Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ

ભાજપના ચૂંટાયેલા 93 કોર્પોરેટરો માંથી ફક્ત 23 કોર્પોરેટરો જ સતત સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જયારે 70 કોર્પોરેટરો સોશિયલ મીડિયાનો પૂરતો ઉપયોગ નહીં કરતા હોવાનું સામે આવ્યું છે.

Surat: ભાજપના 70 કોર્પોરેટર સોશ્યલ મિડિયા પર ઠોઠ નિશાળિયા, ફક્ત 23 કોર્પોરેટર જ પાસ
Surat: 70 BJP corporators fail to stay active on social media, only 23 corporators pass
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:04 AM

જમાનો આજે સોશિયલ મીડિયાનો(Social Media ) છે. લોકો સાથે કનેક્ટ રહેવું હોય  તો તમારે સોશિયલ મીડિયાના માધ્યમ સરળ રહે છે. અને તેમાંય નેતાઓ ની વાત આવે તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. વિકાસના કામોની વાત કરવી હોય કે સત્તા પક્ષ પર પલટવાર કરવાનો હોય તમારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવું જ પડે.

સમયની સાથે હવે રાજકીય ક્ષેત્ર પણ હાઈટેક(Hitech) થઇ ગયું છે. આજે રાજ્ય લેવલથી લઈને સ્થાનિક નેતાઓ તમામ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે. અને લોકો સાથે જોડાયેલા રહેવા સતત સંપર્ક કરે છે. અને પ્રયત્નશીલ દેખાઈ રહ્યા છે. જયારે કોંગ્રેસ હજી પણ આ મામલે ખુબ પાછળ દેખાઈ રહી અચ્છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપે પોતાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકરોને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહેવા આદેશ આપ્યો હતો. જોકે મોટા ભાગના નગરસેવકો આ મામલે આળસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

ભાજપના આઇટી સેલ દ્વારા તમામ નગરસેવકોને સોશિલ મીડિયાના પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે પછી એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચૂંટાયેલા 93 કોર્પોરેટરો માંથી ફક્ત 23 કોર્પોરેટરો જ સતત સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જયારે 70 કોર્પોરેટરો સોશિયલ મીડિયાનો પૂરતો ઉપયોગ નહીં કરતા હોવાનું સામે આવ્યું છે.

ઘણા કોર્પોરેટરોને તો તેમાં ઝીરો માર્ક પણ મળ્યા છે. તેથી પક્ષ દ્વારા તમામ કોર્પોરેટરોને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને પ્રજા માટે થતા કામો અને સરકારની યોજનાઓ વગેરે બાબતે લોકો સુધી પહોંચાડતા રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે સોશિયલ મીડિયા હવે એવું માધ્યમ છે જ્યાં લોકો સાથે આસાનીથી સંપર્કમાં રહી શકાય છે.

પોતાના વોર્ડ વિસ્તારમાં કરેલા વિકાસ કામોની વાત હોય સરકારની વિવિધ યોજનાઓ હોય કે પછી વિપક્ષ પર પલટવાર કરવાનો હોય, હવે ઓનલાઈનના આ માધ્યમથી જ લોકો સુધી પહોંચીને તેમનો વિશ્વાસ જીતી શકાય તેમ છે. આવનારા દિવસોમાં હવે વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અને તેના ભાગરૂપે જ હવે નગરસેવકોને પણ સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

g clip-path="url(#clip0_868_265)">