Surat: 3 લુટારુ ચપ્પુ સાથે ઘરમાં ઘૂસ્યા, રણચંડી બનેલી યુવતીએ નાની બહેનને બચાવી લુટારાઓને ખદેડ્યા, એક શખશે ચપ્પુ મારતાં 24 ટાંકા આવ્યા

મહત્ત્વની વાત એ છે કે આ યુવતી કોલેજમાં બી.એસ.સી.નો અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા ચાલી રહી છે. હાથમાં ટાંકા આવ્યા હોવાથી હવે તે આગળની પરીક્ષા આપી શકે તેમ નથી. આ યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હતી જે તેને અત્યારે કામમાં આવી છે.

Surat: 3 લુટારુ ચપ્પુ સાથે ઘરમાં ઘૂસ્યા, રણચંડી બનેલી યુવતીએ નાની બહેનને બચાવી લુટારાઓને ખદેડ્યા, એક શખશે ચપ્પુ મારતાં 24 ટાંકા આવ્યા
Surat: 3 robbers broke into the house with a paddle, a young woman from Ranchandi rescued her younger sister and chased away the robbers.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 2:15 PM

સુરત (Surat) માં એક હિંમતવાન યુવતીએ મોડી રાત્રે ઘરમાં ઘુસેલા ત્રણ લુંટારુઓ (robbers) નો સાહસ સાથે સામનો કરી તેને ખદેડી મૂક્યા હતા અને નાની બહેન (sister) ને પણ લુંટારુના હાથમાંથી બચાવી લીધી હતી. જોકે લુંટારુએ તેને ચપ્પુ મારી દેતાં તેના હાથમાં 24 ટાંકા આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે આ યુવતી કોલેજમાં બી.એસ.સી. નો અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા ચાલી રહી છે. હાથમાં ટાંકા આવ્યા હોવાથી હવે તે આગળની પરીક્ષા આપી શકે તેમ નથી. આ યુવતીએ કોલેજ (college) માં સેલ્ફ ડિફેન્સ (Self defense) ની ટ્રેનિંગ લીધી હતી જે તેને અત્યારે કામમાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ચલથાણની રામ કબીર સોસાયટીમાં મૂળ ઓડીસાના બાબુરામ કાશીનાથ સ્વાઇન પત્ની ભારતીબેન અને 2 દીકરી રિયા અને રિચા સાથે રહે છે. મંગળવારની રાત્રે પરિવારના 3 સભ્યો સુઈ ગયા હતા. અને મોટી દીકરી રિયા પરીક્ષા ચાલતી હોવાથી તેની તેયારી કરી રહી હતી. રાત્રે લગબગ 1.30 વાગ્યાના સમયે ઘરના દરવાજાનો નકુચો તોડી હથિયાર સાથે ત્રણ લૂંટારુઓ ઘૂસી ગયા હતા.

20 વર્ષીય રિયાની કોલેજની પરીક્ષા હોવાથી વાંચન કરતી હોય, એક લૂંટારુ આવી ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને તેની બીજો લુટારુ તેની નાના બહેન સુતી હતી તેના તરફ આગળ વધ્યો હતો. યુવતીએ કોલેજમાં સેલ્ફ ડિફેનસિંગની ટ્રેનિંગ કામે લાગી હતી. યુવતીએ હિંમત પૂર્વક સામનો કરતા ત્રણે લૂંટારુઓએ ભાગવુ પડ્યુ હતું. ઘરમા અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. જોકે, દીકરીએ ચોરો સાથે બાથ ભીડતા, હાથના ભાગે ચપ્પુથી ઇજા થતાં 24 જેટલા ટાંકા આવ્યા હતા. ઘટના બાદ કડોદરા પોલીસ પણ પહોંચી આગળની જરૂરી કાર્યવાહી કરી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રીયાએ જણાવ્યું હતું કે હું બારડોલી પાટીદાર સાયન્સ કોલેજમાં બી.એસ.સી. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. મારી પરીક્ષા ચાલતી હોવાથી મંગળવારે રાત્રે જમી પરવારીને ઘરના વચ્ચેના રૂમમાં વાંચતી હતી. મમ્મી પપ્પા રૂમમાં અને નાનીબેન મારી પાસે સુઈ ગઇ હતી. મધ્યરાત્રિના 1.30 વાગ્યાની આસપાસ અચાનક વીજ પાવર ગયો હતો. ઘરમાં અંધારું છવાય ગયું હતું. એજ સમયે પાછળના રૂમમાં કઈક જોરથી ખખડવાનો અવાજ આવ્યો હતો, પરંતુ અંધારું હોવાથી કઈક વસ્તુ પડ્યું હશે, એવું સમજી હતી.

પરંતુ થોડી જ ક્ષણમાં લાઈટ આવી ગઈ હતી. ત્યાં સામે એક વ્યક્તિ હાથમાં ચપ્પુ જેવું હથિયાર લઈ મારી તરફ આવીને મારા ગળાના ભાગે ચપ્પુ મુકવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજમાં શીખવેલ સેલ્ફ ડિફેનસિંગની ટ્રેનિગના કારણે, હું ડર્યા વગર હિંમત પૂર્વક તેનો સામનો કર્યો હતો. જે દરમિયાન અજાણ્યા વ્યક્તિના હાથમાંનું ચપ્પુ મારા જમણા હાથમાં વાગી ગયુ હતું, છતાં પણ હિંમત પૂર્વક તેને પછાડી બુમાબૂમ કરી હતી. આ દરમિયાન અન્ય બે અજાણ્યા વ્યક્તિ પણ હાથમાં ચપ્પુ લઈ ઘરમાં ઘૂસી આવ્યા હતા.

જે પૈકી બીજાએ મારી નાની બહેન રિચાના ગળા પર ચપ્પુ મુકવાનો પ્રયાસ કરતા, હું તરત દોડીને આ વ્યક્તિનો પણ પ્રતિકાર કરીને મારી બહેનને બચાવી ધક્કો મારી નીચે પાડી નાખ્યો હતો. મારી મમ્મી પપ્પા પણ જાગી જતા મારી મમ્મીએ બૂમાબૂમ કરતા પરિવારને ઉઠેલું જોઈ, રૂમમાં સામે પડેલો મારા ઘરનો મોબાઈલ ફોન તેમજ રસોડામાંથી એક ડબ્બો લઈ પાછળના બારણેથી બહાર નીકળી ત્રણેય લૂંટારુઓ રેલવેની દીવાલ કૂદી રેલવે પાટા તરફ ભાગી છૂટ્યા હતા. મારા હાથમાંથી લોહી નીકળતું હોય, લોહીલુહાણ હાલત જોઈ મમ્મી પપ્પા ગભરાય ગયા હતા, આસપાસ લોકોને જગાડી મને કડોદરા મોદી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાથના ભાગે 24 ટાંકા લીધા હતા. જોકે ત્યારબાદ પોલીસ પણ આવી ગઈ હતી.

આ પણ વાંચો : યુવરાજસિંહના સમર્થનમાં ઉતરી કરણી સેના, જીતુ વાઘાણી શબ્દો પાછા નહીં ખેંચે તો આગામી ચૂંટણીમાં તેનો વિરોધ કરશે

આ પણ વાંચો : ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે

g clip-path="url(#clip0_868_265)">