AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:40 AM
Share

ભાવનગરના પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યા બાદ તેના આમ આદમી પાર્ટીમાં જવાની અટકળો વધુ તેજ બની છે. તેઓ AAPના કેટલા નેતાઓના સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે.

રાજકોટ (Rajkot)  કોંગ્રેસ (Congress) ના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય (former MLA)  ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (Indranil Rajyaguru) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માં જોડાય તેવી શક્યતા છે. જોકે તેઓ છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. જોકે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા હોવાની અને AAPના કેટલા નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચા છે. ભાવનગર પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજનામું આપ્યું હતું. ઇન્દ્રનીલ રાજગુરુ ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે. જોકે કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે છતાં તેઓ ભાગ્યે જ કોંગ્રેસના જાહેર કાર્યક્રમમાં જોવા મળે છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ અંગે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું.

કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી પણ સંભાવના છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એક-બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. સમગ્ર ઘટના સામે આવતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યુ હતુ કે, પહોંચી ન શકવાના કારણે ભાવનગરના પ્રભારી તરીકે રાજીનામું આપ્યુ છે. હાલ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ તરીકે મારી ફરજ ચાલુ છે. મારી કોંગ્રેસ સાથે કોઈ નારાજગી નથી. જે વાત સામે આવી છે તે માત્ર અફવા છે.

આ પણ વાંચોઃ Bhavnagar: વન રક્ષક પેપર લીક કાંડમાં પાલિતાણાના ટ્યૂશન સંચાલકની કબુલાત, પરીક્ષા આપી રહેલા ઉમેદવાર માટે ફોટા મોકલ્યા હતા

આ પણ વાંચોઃ 31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે

g clip-path="url(#clip0_868_265)">