Gujarati Video : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ, કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપી માહિતી

Gujarati Video : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ, કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપી માહિતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 2:58 PM

Jamnagar News : રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી‌.

રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને મોટાપ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો સહાયની વાટ જોઈને બેઠા છે. આ વચ્ચે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે ખેડૂતોને હૈયાધારણા આપતા કહ્યું છે કે “રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનો સરવે પૂર્ણ થયો છે. આ અંગે આગામી દિવસોમાં મુખ્યપ્રધાન સાથે બેઠક કરીને સહાયની જાહેરાત કરવામાં આવશે” કૃષિપ્રધાને જણાવ્યું કે, કુદરતી આફતોનો સામનો કરી રહેલા ધરતીપુત્રોની સહાય માટે સરકાર કટિબદ્ધ છે.

આ પણ વાંચો-Ahmedabad : અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલની થઇ રહી છે આકરી પૂછપરછ, આજે કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ કિરણના 14 દિવસના રિમાન્ડ માગશે

રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી‌.

બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાન સર્વે કરાયો

જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકસાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાન સર્વેની કામગીરી કરવામાં આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">