Surat : 17 પોસ્ટ અને 1.53 કરોડની સહાય, સોશિયલ મીડિયાના સદ્ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ આપતું સુરતનું આ ફેસબુક ગ્રુપ

અત્યારસુધી આ ગ્રુપ દ્વારા આવી 17 અલગ અલગ પોસ્ટ મૂકીને કોઈને કોઈ રીતે આર્થિક સહાય ઝંખતા પરિવારોની માહિતી શેર કરવામાં આવી હતી. અને આ 17 પોસ્ટ થકી તેઓએ જરૂરિયાતમંદોને 1.53 કરોડ જેટલી સહાય ભેગી કરીને મોટી મદદ કરી છે.

Surat : 17 પોસ્ટ અને 1.53 કરોડની સહાય, સોશિયલ મીડિયાના સદ્ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ આપતું સુરતનું આ ફેસબુક ગ્રુપ
Helping needy people by social media
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 17, 2021 | 3:59 PM

સોશિયલ મીડિયાના (Social Media )આ જમાનામાં યુવાધન ઘણી બધી એપ્સનો(Application ) યુઝ કરે છે. સામાન્ય રીતે યુવાનો પોસ્ટને(Post ) એક સ્ટેટ્સ સિમ્બોલની જેમ ગણે છે. પોતાની રહેણીકરણી, ખાણીપીણી, મોજશોખની પોસ્ટ અને ફોટોગ્રાફ્સ થકી યુવાન યુવક યુવતીઓ ઘણી લાઇક્સ અને કોમેન્ટ મેળવીને સંતોષની લાગણી અનુભવે છે.

પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો માટે કઈ રીતે ફાયદાકારક અને મદદરૂપ થઇ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતના એક સોશિયલ મીડિયા ગ્રુપે પૂરું પાડ્યું છે. સુરત સમસ્ત લેઉવા પટેલના ફેસબુક પેજ અને અન્ય એપ્લિકેશનની મદદથી તેઓ દ્વારા સર્જનાત્મક પોસ્ટ શેર કરવામાં આવે છે. આ ગ્રુપની ખાસિયત જ એ છે કે તેઓ પોતાના પેજ પર અન્ય કોઈ સમાચાર કે ફોટો નહીં પણ ફક્ત ને ફક્ત જરૂરિયાતમંદોને આર્થિક સહાય થઇ શકાય તેવી જ પોસ્ટ વધારે મૂકે છે.

અત્યારસુધી આ ગ્રુપ દ્વારા આવી 17 અલગ અલગ પોસ્ટ મૂકીને કોઈને કોઈ રીતે આર્થિક સહાય ઝંખતા પરિવારોની માહિતી શેર કરવામાં આવી હતી. અને આ 17 પોસ્ટ થકી તેઓએ જરૂરિયાતમંદોને 1.53 કરોડ જેટલી સહાય ભેગી કરીને મોટી મદદ કરી છે. થોડા દિવસો પહેલા રાજકોટના ગોંડલ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે પરિવારના મોત થતા આ પરિવારની ત્રણ દીકરીઓ નોંધારી બની હતી. જેમની મદદ માટે પણ આ ગ્રુપ દ્વારા પોસ્ટ થકી અપીલ કરવામાં આવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જેમાં ગણતરીના કલાકોમાં જ આ દીકરીઓના નામે બનાવવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં સહાય આવવા લાગી હતી. આ ત્રણેય દીકરીઓના નામે સોશિયલ મીડિયાના માધ્ય્મ થી 22 લાખ રૂપિયા એકત્ર થઇ શક્યા હતા. જેની હવે એફડી બનાવીને મુકવામાં આવશે.

સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ચલાવવામાં આવતા આ ફેસબુક પેજના એડમીન મહેશ ભુવા ના જણાવ્યા પ્રમાણે તેઓનો આ ગૃપ બનાવવાનો હેતુ જ એ હતો જે જરૂરિયાતમંદોને મદદ કરી શકાય. આજે સોશિયલ મીડિયા પર એવું ઘણું મટીરીયલ જોવા મળે જેનાથી યુવાન વર્ગ વિચલિત થઇ રહ્યો છે. પણ આ પ્લેટફોર્મનો સદુપયોગ કેવી રીતે કરી શકાય એનો અમે વિચાર કર્યો હતો. અને આ ગ્રુપ બનાવ્યું છે.

નોંધનીય છે કે તેમના આ અલગ અલગ ગ્રુપમાં ચાર લાખ થી પણ વધુ યુઝર્સ જોડાયેલા છે. આ ગ્રુપ થઇ તેઓ માનવ સેવા એ જ પ્રભુ સેવાનો વિચાર સાર્થક કરવા માંગે છે. આ ગ્રુપમાં માનવતા ભરી અપીલ કરીને ફોન પે, ગુગલ પે અને ભીમ એપ દ્વારા જે એકાઉન્ટ હોય તે એકાઉન્ટ થઇ લોકોને મદદ કરવા કટિબદ્ધ છે.

આ પણ વાંચો : Surat : GST મામલે નાણામંત્રી સાથે ઉધોગ સંગઠનોની બેઠક ફળે તેવી સંભાવના

આ પણ વાંચો : Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">