Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ
શહેરમાં છેલ્લા 2 અઠવાડિયામાં નોંધાયેલા 100 પોઝિટિવ કેસોમાં 51 લોકો તો ફુલ્લી વેક્સિનેટેડ હતા . એટલે કે , તેઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા તેમ છતાં તેઓ સંક્રમિત થયા તો થઈ જ રહ્યા છે .
સુરત શહેરમાં હાલ કો૨ોનાનું (Corona ) સંક્રમણ કાબૂમાં છે . જો કે પ્રતિદિન નોંધાતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નજીવો વધારો જરૂર થયો છે . પરંતુ આરોગ્ય વિભાગનું (Health Department ) માનીએ તો પરિસ્થિતિ હાલ કાબૂમાં છે. આવનારા દિવસોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધે તો નવાઈ નહીં. પરંતુ જો લોકો વેક્સિનેટેડ હશે તો સુરક્ષિત રહેશે તેવો નિષ્ણાતોનો દાવો છે.
કારણ કે , શહેરમાં છેલ્લા 2 અઠવાડિયામાં નોંધાયેલા 100 પોઝિટિવ કેસોમાં 51 લોકો તો ફુલ્લી વેક્સિનેટેડ હતા . એટલે કે , તેઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા તેમ છતાં તેઓ સંક્રમિત થયા તો થઈ જ રહ્યા છે . પરંતુ કો૨ોનાના કોઈ ગંભીર પરિણામો થઈ રહ્યાં નથી . ખાસ તો તેઓને હોસ્પિટલાઈઝ થવાનો વારો પણ આવતો નથી . જેથી લોકો તાકીદે વેક્સિન લઈ લે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે .
છેલ્લા 14 દિવસમાં પોઝિટિવ આવેલા કુલ્લી વેક્સિનેટેડ દર્દીએ કયા મહિનામાં બીજો ડોઝ લીધો હતો માસ કેસ ( ફુલ્લી વેક્સિનેટેડ ) ફેબ્રુઆરી 8 માર્ચ 3 એપ્રિલ 17 મે 7 જૂન 4 જુલાઈ 6 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર 3 ઓક્ટોબર 1
શહેરમાં છેલ્લાં 2 અઠવાડિયામાં 100 પોઝિટિવ દર્દી નોંધાયા છે . જેમાંના 51 એ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે . જે પૈકી મોટા ભાગના લોકો તો 8 થી 10 માસ પહેલાં જ ફુલ્લી વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે . પરંતુ વેક્સિનની અસ૨ ને કારણે તેઓને હોસ્પિટલ સુધી જવાનો વારો આવ્યો નથી .
સુરતના જાણીતા નિષ્ણાંત નું કહેવું છે કે કોરોના થઇ ગયો હોય તેવા લોકોમાં એન્ટિબૉડીનું પ્રમાણ હજી પણ યથાવત છે. પણ શરૂઆતમાં જેમણે વેક્સીન લીધી હોય તેમનામાં હવે આ પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે ફરી કેસ જોવા મળી શકે છે. જેથી બુસ્ટર ડોઝની પણ જરૂરિયાત લાગી રહી છે.
ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે રીતે ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સીન આપવામાં આવી હતી. એપ્રિલથી સિનિયર સિટિઝનને વેક્સીન શરૂ કરવામાં આવી હતી. તે જ પ્રમાણે બુસ્ટર ડોઝ પણ હેલ્થલાઈન અથવા ફ્રન્ટલાઈનર્સને આપવો જોઈએ. નોંધનીય છે કે ગુરુવારે શહેરમાં કોરોનાના વધુ 9 નવા કેસ અને જિલ્લામાં 1 કેસ મળી આવ્યો હતો. જેમાં જહાંગીરપુરામાં રહેતા અને ભૂલકા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Surat : વરાછાવાસીઓની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી સંતોષાતા વિદ્યાર્થીઓને મોટી રાહત
આ પણ વાંચો : ‘અન્ન એ જ ઈશ્વર અને ભોજન એ જ ભગવાન’નો સંદેશો આપી લગ્નમાં ભોજનનો બગાડ અટકાવવા સુરતના યુવાનનો અનોખો પ્રયાસ