AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં માતા પુત્રીનો સામૂહિક આપઘાત, પુત્રીને ગળે ફાંસો આપ્યા બાદ માતાએ પોતે પણ કર્યો આપઘાત, જુઓ Video

સુરતના મોટા વરાછામાં માતાએ 3 વર્ષની પુત્રીને ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે ગાળા ફાંસો ખાઈ આપઘાત કર્યો, પુત્રી કિડની અને માતા પિત ની બીમારી થી કંટાળી આપઘાત કર્યાનું તારણ

સુરતમાં માતા પુત્રીનો સામૂહિક આપઘાત, પુત્રીને ગળે ફાંસો આપ્યા બાદ માતાએ પોતે પણ કર્યો આપઘાત, જુઓ Video
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 05, 2023 | 10:06 PM
Share

સુરતમાં મોટા વરાછા માંથી સામૂહિક માતા પુત્રીની આપઘાતની (Mother daughter suicide) ચોકાવનારી ઘટના સામે આવી છે. માતાએ ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. માતા અને પુત્રી બીમારીથી કંટાળી સામુહિક આપઘાત કર્યો હોવાનો કારણ હાલ સામે આવી રહ્યું છે. પુત્રીને જન્મજાત કિડની ની બીમારી હતી જ્યારે માતા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઉતરાણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માતા પુત્રીના મુદ્દે ને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સામે આવી માતા પુત્રીની આપઘાત ની ઘટના

સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક સાથે માતા અને પુત્રીના મોતની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શિવાન્ત બિલ્ડીંગમાં રહેતા કેયુર કથિરીયા કન્સ્ટ્રક્શન નું કામ કરે છે. તેમના ઘરે તેમની પત્ની રીંકલ કેયુર કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ સાથે ઘણા સમયથી રહે છે. ત્યારે આજે બપોર બાદ ઘરે કોઈ ન હતું ત્યારે રિંકલ કેયુર કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથેરીયાએ ગળે ફાંસો આપી મોતની નીપજ્યાવ્યું હતું બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઘરે કોઈ ન હતું અને સામૂહિક આપઘાત ની ઘટના બની

રીંકલ કથીરિયા ના ઘરે તેના પતિ કન્સ્ટ્રક્શન નું કામ કરતા હોવાથી ધંધાર્થે બહાર ગયા હતા. દિયર મેડિકલ દુકાન ચલાવતા હોવાથી તેઓ પણ ઘરે ન હતા અને સસરા નોકરી કરતા હોવાથી તે પણ ઘરે હતા નહીં જ્યારે તેમના સાસુ મંદિરે પૂજા હોવાથી બહાર ગયા હતા આ દરમિયાન ઘરમાં સાંજના સમયે કોઈ ન હતું ત્યારે રિંકલ કથીરિયાએ પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી હતી બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સામૂહિક આપઘાત ની ઘટના બનવા પામી હતી. રીંકલની સાસુ પૂજામાંથી ઘરે આવતા વહુ અને પૌત્રીની મૃતદેહ જોતા આઘાતમાં મુકાઈ ગયા હતા.

બનાવની જાણ પોલીસને થતા તપાસ શરૂ કરી

મરનાર રીંકલ કથીરિયા ના સાસુને આપઘાત કર્યો હોવાની જાણ થતા જ તેમને તાત્કાલિક તેમના પુત્ર અને પતિને જાણ કરી હતી જેને લઇ તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. બાદમાં સમગ્ર બનાવવાની જાણ ઉતરાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે માતા અને ત્રણ વર્ષની પુત્રીના મૃત દેને પીએમ અર્થે મોકલી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Surat: BRTS રૂટમાં લોકોની બેદરકારીના વીડિયો વાયરલ, અકસ્માત થાય તો જવાબદાર કોણ ? જુઓ Video 

બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું કારણ

ઘટના સ્તર પર પોલીસ પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે માતા અને પુત્રીએ બીમારીના કારણે કંટાળી સામૂહિક આપઘાત આપઘાત કર્યો છે. પોલીસને મળેલ પ્રાથમિક માહિતી મુજબ ત્રણ વર્ષની પુત્રી વાવ કથીરિયા જન્મજાત કિડની ની બીમારીથી પીડાતી હતી. જ્યારે તેની માત્રા રિંકલ કથેરીયા છેલ્લા ઘણા વર્ષોથી પિતની બીમારીથી પીડાઈ રહી હતી. અનેક ડોક્ટરની દવાઓ કરવા છતાં તેમની બીમારી માંથી રાહત મળતી ન હતી. જેને લઇ આખરે બીમારીથી કંટાળીને માતાએ પહેલા પુત્રીને હત્યા કરી બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">