Surat: દેશભરમાં સુરતના વિદ્યાર્થીઓએ NEET ની પરીક્ષામાં ડંકો વગાડ્યો, નીલ લાઠિયા ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 8માં ક્રમે
Surat: નીલ લાઠીયાએ આગામી સમયમાં દિલ્હી AIMS માં પ્રવેશ મેળવીને ન્યૂરો સર્જન બનવાની ઈચ્છા હોવાનું જણાવતાં કહ્યું કે, છેલ્લા છ મહિનાથી સતત તૈયારી કરતો હતો. ફેમિલી ફંકશનમાં પણ જતો નહી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લેવાયેલી NEET(નીટ) ની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ દેશભરમાં ડંકો વગાડ્યો છે. સુરત ના નીલ લાઠિયાએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ડોક્ટર માતા પિતાના સંતાન એવા નીલને આગામી સમયમાં દિલ્હી AIMS માં પ્રવેશ મેળવીને ન્યૂરો સર્જન બનવાની ઈચ્છા હોવાનું જણાવતાં કહ્યું કે, છેલ્લા છ મહિનાથી સતત તૈયારી કરતો હતો. ફેમિલી ફંકશનમાં પણ જતો નહી અને સતત પેપર સોલ્વ કરવાની સાથે સાથે NCERTની નોટ્સ બનાવીને આ સફળતા મેળવી છે.
પિતાના પગલે ડોક્ટર બનવાની ઈચ્છા
નીલ નીતેશ લાઠિયા હંમેશા તેના ડોક્ટર પિતાને જોઈને તેમના કામથી આકર્ષિત હતો. તેમના પગલે ચાલીને ન્યુરોસર્જન બનવા માંગતો હતો. નીલે NEET UG 2023માં AIR 30 મેળવીને 720માંથી 710/705 સ્કોર મેળવ્યો છે તેમજ સુરત સીટી ટોપર બન્યો છે. નીલ પહેલેથી જ ઇન્ટરનલ ટેસ્ટમાં સતત સ્કોર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.ધોરણ 10ની શરૂઆતમાં NEET તૈયારી અભ્યાસક્રમમાં જોડાયો હતો. ક્લાસ ઓનલાઈન રાખવામાં આવ્યા હતા અને બોર્ડની પરીક્ષાઓ પહેલા શરૂ થઈ ગયા હતા જેથી તે સમયસર તેનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે.
શરૂઆતમાં તેને NEETની જટિલતાઓ પર વધુ ધ્યાન આપ્યું ન હતું અને વ્યૂહાત્મક અભ્યાસ સાથે કેવી રીતે આગળ વધવું તે અંગે મૂંઝવણમાં હતો. ધોરણ 11માં તેનો સ્કોર સરેરાશ 600 – 650 આસપાસ હતો. ધીમે ધીમે તેમણે શિક્ષકો સાથે વાત કરી અને વ્યૂહરચના પર પહોંચવા માટે તેમની ભૂલોનું વિશ્લેષણ કર્યું અને પોતાના NCERT અભ્યાસક્રમમાં વધુ સારો દેખાવ કરવાનું શરૂ કર્યું. તેને NEETના છ મહિના પહેલા 700 સ્કોર કર્યા હતા અને ત્યારપછી કોઈપણ ટેસ્ટમાં ક્યારેય 690 થી નીચેનો સ્કોર કર્યો નથી.
આ પણ વાંચોઃ Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી
દરેક ટેસ્ટમાં 690 થી ઉપર સ્કોર
પોતાની સ્ટડી પ્રોસેસ વિશે નીલ કહે છે કે, “કોવિડ અને ઓનલાઈન ક્લાસના કારણે હું NEET ફોર્મેટમાં કેવી રીતે જવું તે અંગે હું ધોરણ 11માં અટવાઈ ગયો હતો. ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી ન હોતી અને સીધે મેં ધોરણ 12માં મારી પ્રથમ બોર્ડ એક્ઝામ આપી હતી જે ડરામણી હતી. પરંતુ મને અભ્યાસક્રમ પર સારી પકડ હતી અને મેં પાછલા વર્ષના પેપર સોલ્વ કર્યા જેનાથી મને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી. આખરે મેં આ જ વ્યૂહરચના NEETની તૈયારી માટે લાગુ કરી અને દરેક ટેસ્ટમાં 690 થી ઉપર સ્કોર કરવાનું શરૂ કર્યું. આજે હું ખુશ છું કેમ કે હું મારું લક્ષ્ય હાંસલ કરી શક્યો છું.”
EWS કેટેગરીમાં રાજ્યમાં પ્રથમનો દાવો
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી યુગ રમેશભાઈ ખોખરીયા નીટ પરિણામમાં 720 માંથી 705 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં EWS એ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. એમ્બ્રોઈડરીનું વર્ક કરતાં પિતા અને હાઉસવાઈફ માતાના સંતાન યુગને આગામી સમયમાં દિલ્હી AIMS માં અભ્યાસ કરીને MBBS કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.