AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પરિવારજનો સાથે ડુમસ ફરવા ગયેલી વિદ્યાર્થીનીનું દરિયામાં ડૂબી જતા મોત, પરિવારમાં શોકનો માહોલ

ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સુરત પોલીસ (Surat Police) અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા થોડા સમય સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘણા સમય બાદ રોશની દરિયામાંથી મળી આવી હતી.

Surat: પરિવારજનો સાથે ડુમસ ફરવા ગયેલી વિદ્યાર્થીનીનું દરિયામાં ડૂબી જતા મોત, પરિવારમાં શોકનો માહોલ
student who went for a walk in Dumas, Surat with her family drowned in the sea
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 18, 2022 | 4:48 PM
Share

સુરતમાં (Surat) ડુમસમાં પરિવારજનો સાથે ફરવા ગયેલી એક વિદ્યાર્થિનીનું દરિયામાં ડુબી જવાથી મોત (Death) થયુ છે. 17 વર્ષીય રોશની મહેશ સોલંકી ગઈ કાલે રજા હોવાથી કાકા જીગ્નેશભાઈ તથા ફોઈ વૈશાલી બેન સહિતના પરિવારના અન્ય સભ્યો તેમજ પાડોશીઓ સાથે ડુમસ ફરવા માટે ગઈ હતી. જો કે રવિવારની રજા તેની જીંદગીનો અંતિમ દિવસ બની ગયો. ડુમસ પોલીસ (Dumas Police) સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થિની રામપુરા ખાતે આવેલ ચુમ્માલીશની ચાલમાં રહેતી હતી.

પરિવાર સાથે રવિવારની મજા માણવા ગઈ હતી

રામપુરા ખાતે રહેતી વિદ્યાર્થીની રોશની રવિવારની રજા હોવાથી કાકા તથા ફોઈ તેમજ પાડોશીઓ સાથે ડુમ્મસ ફરવા ગઈ હતી. રવિવારની રજા મન મૂકી મજા માણતી વિદ્યાર્થીનીને દરિયાનું પાણી જોઈ નહાવાની ઈચ્છા થઇ હતી. ત્યારે કાકાનો હાથ પકડીને દરિયાના પાણીમાં ગઈ હતી. દરિયાનું મોજું આવતા તેનાથી કાકાનો હાથ છૂટી ગયો હતો અને તે પાણીના વહેણમાં ખેંચાઈ ગઈ હતી. ભત્રીજીનો હાથ છૂટી જતા કાકાએ બુમાબુમ કરતા ત્યાં લોકો દોડી આવ્યા હતા.

તબીબોએ સારવાર આપતા પહેલા જ મૃત જાહેર કરી

ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા થોડા સમય સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ઘણા સમય બાદ રોશની દરિયામાંથી મળી આવી હતી. જે બાદ તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજના પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પરિવારમાં શોકનો માહોલ ફેલાયો

સુરતમાં રહેતી રોશની ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. તેના પિતા હીરાના કારખાનામાં સફાઈનું કામ કરે છે અને સંતાનમાં તેમને અન્ય એક પુત્રી અને એક પુત્ર છે. રોશનીના મોતના સમાચારના પગલે સમગ્ર પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવને લઈને ડુમસ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-મોદી આજે ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે, વડાપ્રધાન આવે તે પહેલાં જ સેન્ટરનું નામ બદલી દેવાયું

આ પણ વાંચો-Ahmedabad: હત્યાનો પ્રયાસ લાઈવ સીસીટીવીમાં થયો કેદ, પોલીસે આરોપી કરી ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">