Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suratમાં આજથી રાષ્ટ્રીય કક્ષાનો ત્રિદિવસીય સ્માર્ટ સમિટનો પ્રારંભ, ચાર મહાનગરપાલિકાના વિકાસ મોડેલ રજૂ કરાયા

સુરત (Surat) શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી સ્માર્ટ સિટી સમિટનું (Smart City Summit) આયોજન થયું છે. જેનું ઉદ્ઘાટન સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.

Suratમાં આજથી રાષ્ટ્રીય કક્ષાનો ત્રિદિવસીય સ્માર્ટ સમિટનો પ્રારંભ, ચાર મહાનગરપાલિકાના વિકાસ મોડેલ રજૂ કરાયા
National level three-day smart summit kicks off in Surat today
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 18, 2022 | 2:16 PM

સુરત (Surat) શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી સ્માર્ટ સિટી સમિટ (Smart City Summit) શરુ થઈ છે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના (Surat Corporation) યજમાનપદે આજથી એટલે કે 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એકઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમિટની શરૂઆત થઈ છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલવે પ્રધાન દર્શના જરદોશ અને ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી સ્માર્ટ સિટી સમિટનું આયોજન થયું છે. જેનું ઉદ્ઘાટન સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હતા, પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થતાં તેઓ રૂબરૂ હાજરી આપી શક્યા નથી. ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તેના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ચાલી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આયોજિત સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઈ પાલિકા દ્વારા શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્રિદિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા પાલિકા દ્વારા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા તેમજ રાજ્યના વિકાસથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાનગરપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજુ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઈટ તથા ગ્રીન ઓફિસનું મોડેલ મુકવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ તથા રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અને રૈયા ખાતેનો ગ્રીનફિલ્ડ એરિયાનો વિકાસ, જ્યારે વડોદરા દ્વારા હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ દર્શાવવામાં આવી છે.

વાપી નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (રીક્રિએશન એક્ટિવિટી ) સહિતનું મોડલ રજૂ કરવામાં આવશે. વ્યારા નગરપાલિકા તરફથી ટ્રાન્સફોર્મેશન ઓફ ડમ્પસાઈટ ઈન ટુ રિસોર્સ રિક્વરી ટુ સ્ટેશન અંગેનો પ્રોજેક્ટ રજુ કરવામાં આવશે. સુરતના સુડા તરફથી ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતું પ્રેઝન્ટેશન પણ ગુજરાત પેવેલિયન ખાતે રજુ કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરના આંગણે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટી સમિટનું આયોજન થયું છે, ત્યારે સુરતની સાથે રાજ્યના વિકાસની ઝાંખીના દર્શન કરાવવા સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત પેવેલિયનમાં નજરાણું ઉભું કરાયું છે. પેવેલિયનમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકા સહિત વાપી અને વ્યારા નગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટના મોડેલની કૃતિ રજુ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

આ પણ વાંચો-2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ 2017 કરતાં પણ ખરાબ હશે: પ્રફુલ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">