AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : સુરત મનપા સંચાલિત સ્કૂલોમાં ધો.11 ના વર્ગો આગામી 20 જુલાઈથી શરૂ થશે, હાલ ઓનલાઈન કલાસ જ ચાલશે

આગામી 20 જુલાઇથી અલગ અલગ વિસ્તારની સુમન શાળાઓમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ગુજરાતી,મરાઠી અને હિન્દી માધ્યમના 24 વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. 1560 વિદ્યાર્થીઓને હાલ ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવશે.

SURAT : સુરત મનપા સંચાલિત સ્કૂલોમાં ધો.11 ના વર્ગો આગામી 20 જુલાઈથી શરૂ  થશે, હાલ ઓનલાઈન કલાસ જ ચાલશે
Std. 11 classes in Surat Municipal Corporation run schools will start from next 20th July
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 17, 2021 | 12:50 PM
Share

SURAT : સુરત મહાનગરપાલિકા (SMC)સંચાલિત સુમન શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ધોરણ 11 અને આગામી વર્ષથી ધોરણ 12 જેમાં આર્ટસ, સાયન્સ, કોમર્સ ફેકલ્ટી શરૂ કરવાનાં પછી મહાનગરપાલિકાએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

20 જુલાઈએ શરૂ થશે ધોરણ-11 ના વર્ગો આગામી 20 જુલાઇથી અલગ અલગ વિસ્તારની સુમન શાળાઓમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ગુજરાતી,મરાઠી અને હિન્દી માધ્યમના 24 વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. 1560 વિદ્યાર્થીઓને હાલ ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવશે.

જ્યારે 20 જુલાઈએ વર્ગો શરૂ થતા સમયે 18 આચાર્યો ઉપરાંત શિક્ષકો પોત પોતાની શાળામાં હાજર રહેશે. તેઓની સાથે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તારની શાળાઓ ખાતે હાજર રહેશે. ડીડોલી સ્થિત સુમન શાળા ખાતે મેયર સહિત ભાજપના પદાધિકારીઓ અને કમિશનર શાળા સ્ટાફ સાથે તમામ 24 વર્ગોનો 20જુલાઈના રોજ સવારે 11 વાગ્યે ઉદ્ઘાટન કરશે.

સુમન સ્કુલોમાં ધો-11 ના 24 વર્ગો શરૂ કરાયા નોંધનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે માસ પ્રમોશન નિર્ણય કરતા શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ નો પ્રશ્ન ન નડે તે માટે પાલિકાએ સુમન સ્કૂલોમાં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં તે માટે સાયન્સ, કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં ધોરણ 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

1560 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો સુમન સ્કુલમાં ધોરણ-11 માટે પ્રથમ 24 વર્ગો શરૂ કરવાની જરૂર પડી છે. હાલ વર્ગદીઠ વિદ્યાર્થીઓની 65 સંખ્યા રાખી 1560 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ મહાનગરપાલિકાએ ફોર્મ વહેંચવાનું શરૂ કર્યું ત્યારે પ્રથમ દિવસે 1500 ફોર્મ વહેંચાઈ ગયા હતા અને બાકીના દિવસોમાં મળીને કુલ 2990 ફોર્મ વહેંચાઈ હતા. જેમાંથી કુલ 2437 ફોર્મ ભરીને પરત આવતા મહાનગરપાલિકાએ તેમાંથી માત્ર 1560 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. આગામી વર્ષે કદાચ સૌથી વધુ વર્ગનો સમાવેશ કરવો પડશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : GSEB 12th Result 2021 : આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ, 546 વિદ્યાર્થીઓને A1, 2547 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો 

આ પણ વાંચો : GSEB 12th Result 2021 : લવ-કુશ નામના જોડીયા ભાઈઓમાંથી એક ને A1, બીજાને B1 ગ્રેડ મળ્યો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">