GSEB 12th Result 2021 : લવ-કુશ નામના જોડીયા ભાઈઓમાંથી એક ને A1, બીજાને B1 ગ્રેડ મળ્યો

Gujarat Board Class 12 Result 2021 :ધોરણ 12 સાયન્સમાં પણ બંને ભાઈઓએ સાથે મહેનત કરી હતી. પરંતુ માસ પ્રમોશનન કારણે બંને ભાઈઓનું પરિણામ અલગ અલગ આવતા એક ભાઈ ખુશ છે તો બીજો ભાઈ નારાજ છે.

GSEB 12th Result 2021 : લવ-કુશ નામના જોડીયા ભાઈઓમાંથી એક ને A1, બીજાને B1 ગ્રેડ મળ્યો
GSEB 12th Result 2021: One of the twin brothers named Lav-Kush got A1, the other got B1 grade
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 17, 2021 | 10:27 AM

AHMEDABAD : ધોરણ 12 સાયન્સનું પરિણામ (Gujarat Board Class 12 Result 2021) જાહેર થયું છે જેમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં નારણપુરાની વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતા જોડીયા ભાઈઓ લવ અને કુશ નામના વિદ્યાર્થીઓમાં લવને A1 ગ્રેડ અને કુશને B1 ગ્રેડ મળ્યો છે..લવને A1 ગ્રેડ મળતાં તે પરિણામથી ખુશ છે. જ્યારે કુશને B1 ગ્રેડ મળતાં પરિણામથી નારાજ છે. લવ અને કુશ બંને સાથે જ ઘરે અભ્યાસ કરતા હતા. નાનપણથી બંને ભાઈઓ શાળામાં સાથે જ અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સમાં પણ બંને ભાઈઓએ સાથે મહેનત કરી હતી. પરંતુ માસ પ્રમોશનન કારણે બંને ભાઈઓનું પરિણામ અલગ અલગ આવતા એક ભાઈ ખુશ છે તો બીજો ભાઈ નારાજ છે.

પરિણામ અંગે લવ-કુશના પ્રતિભાવ A1 ગ્રેડ મેળવનાર લવ ચૌધરીએ જણાવ્યું હતું કે 12 સાયન્સ શરૂ થયું ત્યારથી મહેનત શરૂ કરી હતી. માટે A1 ગ્રેડ આવ્યો છે.મહેનત પ્રમાણે સારા માર્કસ આવ્યા છે અને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામથી ખુશ છું. પરંતુ તેમના ભાઈ કુશ ચૌધરીએ જણાવ્યું હતું કે મારે B1 ગ્રેડ આવ્યો છે.મારા ભાઈ કરતા ઓછા માર્કસ આવ્યા છે.જો પરીક્ષા યોજાઇ હોત તો B1ની જગ્યાએ A2 ગ્રેડ તો મળ્યો જ હોત.

ધોરણ 11માં કુશનું પરિણામ ઓછું આવ્યું હતું જેથી માસ પ્રમોશનમાં ધોરણ 11 ના પણ માર્કસ ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે પરિણામ પર અસર પડી છે.બંને ભાઈઓને હવે એન્જીન્યરીંગ ફિલ્ડમાં આગળ વધવુ છે.આ માટે ગુજસેટ અને JEEની પરીક્ષાની તૈયારીઓ પણ સાથે જ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ધોરણ-12 સાયન્સનું અમદાવાદનું પરિણામ અમદાવાદ શહેરના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામ પર એક નજર કરીએ તો

1) અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

2) 107264 વિદ્યાર્થીઓ માંથી 73762 વિદ્યાર્થીઓને B1, B2 અને C1 ગ્રેડ મળ્યો છે.

3) 24757 વિદ્યાર્થીઓને B1, 26831 વિદ્યાર્થીઓને B2 અને 22174 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે.

B1, B2 અને C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો પરીક્ષા યોજાઈ હોત તો વધારે સારા માર્ક્સ મેળવ્યા હોત. તો બીજી તરફ A1 અને A2 ગ્રેસ મેળવનાર વિદ્યાર્થીઓ પરિણામથી ખુશ જોવા મળ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">