2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ 2017 કરતાં પણ ખરાબ હશે: પ્રફુલ પટેલ

કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે જણાવ્યું કે પ્રશાંત કિશોરનો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. અગાઉ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી ચૂક્યા છીએ. આ વખતે પણ વ્યવહારિક અને સન્માનપૂર્વક અમારું ગઠબંધન હશે તો જરૂર વિચાર કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 7:25 AM

2022ની વિધાનસભાની ચૂંટણી (Assembly elections 2022) ને લઈને ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ એનસીપી પણ ચૂંટણીની લડાઈ માટે મેદાનમાં આવ્યુ છે. ભાવનગર (Bhavnagar) માં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, જયંત પટેલ અને રેશ્મા પટેલ સહિત એનસીપી આગેવાનો લોક સંવાદ રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન પ્રફુલ પટેલે ટીવી નાઈનને જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ કદ વધી રહ્યું નથી, ગઈ ચૂંટણીમાં ગોવામાં આનાથી વધારે કદ દેખાતું હતું પણ ‘આપ’ પાર્ટી તરફ પરિણામ આવ્યું નહોતું. તેમણે નરેશ પટેલ વિશે કહ્યું કે
નરેશ પટેલ સમાજના એક મેચ્યોર અને પીઢ વ્યક્તિ છે તે સમાજ હિતમાં નિર્ણય લેશે.

પ્રફુલ પટેલે જણાવ્યું કે હાર્દિક પટેલની ગતિ 2017માં વધારે હતી પણ અત્યારે ધીરી પડી છે, તેમની પાસે બહુ સમય છે. હજુ રાજકારણમાં તેની શરૂઆત છે. શરદ પવાર પાસેથી અમે રાજકારણમાં ધીરજ રાખતા શીખ્યા છીએ અને તેમન જ માર્ગદર્શન પર આગળ વધી રહ્યાં છીએ. 2017માં ભાજપની સ્થિતિ ખરાબ હતી પરંતુ 2022માં ભાજપની સ્થિતિ 2017 કરતા પણ ખરાબ છે. આ વખતની ચૂંટણીમાં તે જેવા મળશે.

તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે જણાવ્યું કે પ્રશાંત કિશોરનો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. અમે કોંગ્રેસ સાથે વ્યવહારીક શરતો યોગ્ય હશે તો ગુજરાતમાં ગઠબંધન કરીશું. NCP અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ ગઠબંધનમાં છીએ, કેન્દ્રમાં પણ 10 વર્ષ સુધી સાથે રહીને સરકાર ચલાવી છે. અગાઉ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી ચૂક્યા છીએ. આ વખતે પણ વ્યવહારિક અને સન્માનપૂર્વક અમારું ગઠબંધન હશે તો જરૂર વિચાર કરીશું.

આ પણ વાંચોઃ આજે સાંજે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે, 20મી સુધી અહીં જ રોકાશે

આ પણ વાંચોઃ સુરત: રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ચાર શખ્સો ઉધના પોલીસના હાથે ઝડપાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">