વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના ખોખરામાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું
Prime Minister Narendra Modi unveiled the 108-foot-tall statue in Morbi via video conferencing
Follow Us:
| Updated on: Apr 16, 2022 | 12:13 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ મોરબી (Morabi) ના ખોખરામાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ (video conferencing)  દ્વારા જોડાયા હતા. દેશમાં આવી ચાર દિશામાં ચાર પ્રતિમા સ્થાપવાની છે. જે અંતર્ગત પહેલી પ્રતિમા શિમલામાં સ્થપાઈ છે અને પશ્ચિમ દિશામાં ગુજરાતમાં આજે આ બીજી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. હજુ બાકીની પ્રતિમાઓ દક્ષિણ ભારતમાં રામેશ્વરમ, અને પશ્ચિમ બંગાળમાં એક પ્રતિમા સ્થાપિત કરાશે.

વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ધરતી એ સંતો અને સુરાની ધરતી છે તે આપણા દેશની એક આગવી ઓળખ ધરાવે છે. આ સ્થાન સાથે મારો કર્મનો નાતો રહ્યો છે. વર્ષો પહેલાં જ્યારે મોરબી આવવાનું થતું ત્યારે હનુમાનધામ આવતા હતા અને બાપુ પાસેથી પ્રસાદ લેતા હતા. મચ્છુ ડેમ દુર્ઘટના વખતે આ આશ્રમે ખુબ જ સેવા કાર્ય કર્યું હતું અને તે સમયથી હું આ આશ્રમના સંપર્કમાં છું.

આફતને અવસરમાં બદલવાની તાકાત ગુજરાતીઓમાં છે. મચ્છુ ડેમ દર્ઘટના પહેલાં અહીં ઇંટોના ભઠ્ઠા સીવાય કશું નહોતું પણ અત્યારે મોરબીએ ઘડિયાળ અને સીરામિક ઉદ્યાગને કારણે દુનિયામાં સ્થાન મેળવ્યું છે. મોરબી, રાજકોટ અને જામનગરનું એક ત્રિકોણ રચાયું છે. જે સૌરાષ્ટ્રના જાપાન તરીકે ઓળખાય છે. આ ક્ષેત્ર અત્યારે મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપી રહ્યું છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વડાપ્રધાન મોદીએ ફરીથી ટુરિઝમના વિકાસ માટે ભાગીદાર બનવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં શ્રદ્ધાનું કામ દરેક સ્થળે ચાલતું જ હોય છે. દાતાઓની કોઈ કમી નથી, અત્યારે કાઠિવાડ એ ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારાને કારણે પણ પ્રવાસીઓ વધુ આવે છે. રણોત્સવને કારણે કચ્છ ધમધમતું થયું તનો લાભ પણ મોરબીને મળ્યો છે. મોરબી પાસે ઘણી બધી હોટલો બની ગઈ છે. ગિરનાર પર રોપવે બનાવાયો છે જેનાથી વડીલો પણ ગિરનાર પર દર્શન કરવા જઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે પ્રવાસનમાં શ્રદ્ધાની સાથે આર્તિક પ્રવૃતિ પણ થાય છે. અત્યારે આપણે દુનિયાભરમાં પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છીએ. વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે આપણે સ્વચ્છતા માટે કામ કરવું પડશે. તમામ તિર્થસ્થાન પર સ્વચ્છતા રાખવી જરૂરી છે.

તેમણે કહ્યું કે આપણે હવે આગળ વધ્યા વિના છુટકો નથી. આપણે આત્મ નિર્ભર થવું જ પડશે, વોકલ ફોર લોકલ, અને ભારતના પૈસે, ભારતના માણસોએ બનાવેલી વસ્તુ જ વાપરવા આગ્રહ રાખવો જોઈએ, આપણ સંતો પણ જો ભારતમાં જ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરે તો પણ દેશનો વિકાસ થઈ જાય.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે ભક્તોની ભીડ જામી, જયઅંબેનાં નાદથી મંદિર ગુંજ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">