Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી
આજે શનિવાર છે અને હનુમાનજીનો જન્મોત્સવ પણ છે. જેને લઇને ભક્તોમાં આજના દિવસે હનુમાનજીના દર્શન કરવાનો બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાનજીના જન્મોત્સવન લઇને આજે કેમ્પ હનુમાનજીનું મંદિર સવારે 6થી મોડી રાત સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પવન પુત્ર હનુમાનજીનો આજે પ્રાગટ્ય દિવસ (Hanuman Jayanti 2022) છે. તે જ નિમિત્તે દેશભરના હનુમાન મંદિરોમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ (Ahmedabad)માં પણ હનુમાનજીના મંદિરોમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન (Camp Hanuman) મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ કેમ્પ હનુમાન મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિરમાં 250 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે. હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. બે વર્ષ બાદ આ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે બે વર્ષથી હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવતો ન હતો. આજે બે વર્ષ બાદ છુટછાટ સાથે મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
આજે શનિવાર છે અને હનુમાનજીનો જન્મોત્સવ પણ છે. જેને લઇને ભક્તોમાં આજના દિવસે હનુમાનજીના દર્શન કરવાનો બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાનજીના જન્મોત્સવન લઇને આજે કેમ્પ હનુમાનજીનું મંદિર સવારે 6થી મોડી રાત સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તોને હાલાકી ન પડે અને ભક્તો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કેમ્પ હનુમાન મંદિરમાં કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે
આ પણ વાંચોઃ ગુજરાત એટીએસનો હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાને લઇને મોટો ખુલાસો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો