સુરતમાં 1.74 લાખની ઈ- સિગારેટ અને ફલેવર સાથે દુકાનદાર ઝડપાયો

|

Feb 26, 2022 | 11:48 AM

બાતમીના આધારે સુરત એસોજી પોલીસે સ્ટાફે ભાગાતળાન પાણીની ભીતની એમ.એસ. કલેકશનની દુકાનમાં છાપો મારી પ્રતિબંધિત જુદી જુદી કંપનીનો ઈ- સીગારેટનો જથ્થો તેમજ અલગ અલગ ફલેવરની બોટલો મળી રૂ. 1.74 લાખનામુદ્દામાલ સાથે દુકાનદાર પકડાયો

સુરતમાં 1.74 લાખની ઈ- સિગારેટ અને ફલેવર સાથે દુકાનદાર ઝડપાયો
સુરતમાં 1.74 લાખની ઈ- સિગારેટ અને ફલેવર સાથે દુકાનદાર ઝડપાયો

Follow us on

સુરત (Surat) ના ભાગાતળાવ પાણીની ભીંત પાસે કોંગ્રેસ હાઉસની સામે આવેલ એમ.એસ. કલેકશનમાંથી ઈલેકટ્રિક સામાન વેચવાની આડમાં પ્રતિબંધિત ઈ- સિગારેટનું વેચાણ કરતાં દુકાનદાર (Shopkeeper) ને સુરત એસોજી પોલીસે ઝડપી પાડી જુદી જુદી કંપનીના ઈ- સિગારેટ (e-cigarette) તેમજ અન્ય સામાન મળી રૂપિયા 1.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.

સુરત શહેર પોલીસ (Police) કમિશનર દ્વારા શહેરમાં વધતા નશીલા પદાર્થ અને ખાસ કરીને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ અને તેના ન્યુસન્સ ને રોક સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં શહેર પોલીએ કમિશનર અજય તોમર દ્વારા ખાસ કરીને સુરત શહેર એસોજી પોલીસને વોચ રાખવા માટે સૂચન કરેલ છે અને તેમના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજીની જુદી જુદી ટીમો શહેરાં નોર્કોટીકસ ડ્રગ્સનો બદીને નાબુદ કરવા માટે શરૂ કરેલ અભિયાન અંતર્ગત ચેકીંગમાં હતી તે વખતે એસઓજી પીઆઇ એસ આર સુવેરા અને સ્ટાફને બાતમી મળી હતી કે ભાગાતળાન પાણીની ભીંત પાસે આવેલ એમ એસ કલેકશન નામની દુકાનમાં ઈલેકટ્રીક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ- સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે સુરત એસોજી પોલીસે સ્ટાફે ભાગાતળાન પાણીની ભીતની એમ.એસ. કલેકશનની દુકાનમાં છાપો મારી પ્રતિબંધિત જુદી જુદી કંપનીનો ઈ- સીગારેટનો જથ્થો તેમજ અલગ અલગ ફલેવરની બોટલો મળી રૂ. 1.74 લાખનામુદ્દામાલ સાથે દુકાનદાર મોહમ્મદ સાબીર અબ્દુલ રવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સિગારેટ આમતો વેચવા પ્રતિબંધ છે આવા ઈસમો બહારથી છુપીરીતે લાવતા હોય છે અને માત્ર સિલેકટેડ વ્યક્તિઓને વેચાણ કરતા હોય છે અને તે પણ આવા સિગારેટ નું સેવન ખાસ કરી નવ યુવાનો કરતા હોય છે જો અત્યાર ની પેઠીની વાત કરવામાં આવે તો આવા નશીલા પદાર્થો થી અટકાવુ જરૂરી છે તેમાં પણ ખાસ કરી ને માતા પિતા દ્વારા પોતાના બાળકો ક્યાં ફરે છે કોની સાથે ફેરતા હોય જેવી નાની નાની બાબતો પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આ પણ વાંચોઃ આજે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરશે, મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદીનો માન્યો આભાર

આ પણ વાંચોઃ અમદાવાદ : અમદાવાદનો 611મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

Next Article