RTE Admission : સુરતની 919 શાળામાં RTE અંતર્ગત પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ, હેલ્પલાઇન નંબર પણ જાહેર
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.
સુરત (Surat )સહિત રાજ્યભરની સ્વનિર્ભર શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ માટે બુધવારે 30 માર્ચથી ઓનલાઇન (Online )નોંધણી પ્રક્રિયા શરૂ થશે . જેમાં જૂન -2022 થી ધોરણ -1 માં પ્રવેશ માટે 11 એપ્રિલ સુધી અરજી કરી શકાશે . સુરત જિલ્લામાં 919 ખાનગી શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે . દરમિયાન સુરત જિલ્લાના વાલીઓની મૂંઝવણના ઉકેલ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે . સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઇ અંતર્ગત પ્રવેશ ફાળવણી , પ્રવેશ પ્રક્રિયા માટે 90 તજજ્ઞોની ટીમ બનાવી છે .
વાલીઓ ખોટી માહિતી રજૂ કરશે તો તેમના બાળકનો પ્રવેશ રદ ગણાશે
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જાહેર થયેલી માર્ગદર્શિકા ખોટી મુજબ , માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશ રદ થશે તેમજ તેવી માહિતી આપવી ગુનાપાત્ર બને છે . તેમજ નબળા અને વંચિત જૂથના વાલીઓનાં બાળકો જ અરજી કરી શકશે . ધોરણ -1 થી 8 માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે નહીં . ચાલુ વર્ષથી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રહેશે . ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે . જો અપલોડ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય જણાશે નહીં તો તેના આધારે અરજી રદ થઇ શકશે .
મૂંઝવણના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.
વાલીઓ દ્વારા બુધવારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ વેરિફિકેશન કામગીરી પણ શરૂ કરાશે . તે માટે જુદી જુદી સરકારી શાળાના આચાર્યોની મદદ લેવાશે . સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવણી થશે . નોંધનીય છે કે , ધોરણ 1 માં આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે . માત્ર અમાન્ય ઓનલાઇન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ત્રણ દિવસો ફાળવાયા છે . આ યોજનોમાં પ્રવેશ ઓનલાઇન વેબસાઇટ પરથી ફાળવાશે . જૂન -2022 થી ધો . 1 માં નવીન પ્રવેશ પાત્ર બાળકો માટે જ અરજી કરી શકાશે.
આ પણ વાંચો :