Airtelએ 5G ઈમર્સિવ વીડિયો એન્ટરટેઈનમેન્ટ સાથે નવા ભવિષ્યનું અનાવરણ કર્યું

ઈમર્સિવ વીડિયો ટેક્નોલોજી દ્વારા એરટેલે 4K મોડમાં ‘175 રિપ્લેડ’ને બનાવ્યું, જે વપરાશકર્તાઓને આઈકોનિક ક્રિકેટરની ઈનિંગ્સનો સ્ટેડિયમના માહોલ જેવો અનુભવ આપે છે.

Airtelએ 5G ઈમર્સિવ વીડિયો એન્ટરટેઈનમેન્ટ સાથે નવા ભવિષ્યનું અનાવરણ કર્યું
Airtel unveils a new future with immersive video entertainment on 5G
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:36 PM

ભારતની પ્રીમિયર ટેલિકોમ કંપની એરટેલે (Airtel) 5Gની શક્તિ અને તે વીડિયો મનોરંજનના ભાવિને કેવી રીતે પરિવર્તિત કરશે તેની એક ઝલક પ્રદાન કરી છે. ટેલિકોમ જાયન્ટે 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની ભારતની મેચની નિર્ણાયક ક્ષણોને રિક્રિએટ કરી, જેમાં કપિલ દેવે રેકોર્ડબ્રેક 175* રન બનાવ્યા હતા. કમનસીબે તે દિવસે ટેલિવિઝન ટેક્નિશિયનોની હડતાળને કારણે ક્રિકેટ ચાહકો વાસ્તવિક ઈનિંગ્સ જોવાથી હંમેશાથી વંચિત રહ્યા છે.

આ માટે ઈમર્સિવ વીડિયો ટેક્નોલોજી દ્વારા એરટેલે 4K મોડમાં ‘175 રિપ્લેડ’ને બનાવ્યું, જે વપરાશકર્તાઓને આઈકોનિક ક્રિકેટરની ઈનિંગ્સનો સ્ટેડિયમના માહોલ જેવો અનુભવ આપે છે. 50 થી વધુ વપરાશકર્તાઓએ એરટેલ 5G ટ્રાયલ નેટવર્ક પર એક સાથે જોડાઈને 5G સ્માર્ટફોન પર ઈમર્સિવ અનુભવનો આનંદ માણ્યો હતો. 1Gbpsથી વધુની સ્પીડ અને 20 મિલીસેકન્ડ્સથી ઓછી વિલંબિતતા (Latency) મેળવવાની સાથે તેમની પાસે મલ્ટીપલ કેમેરા એંગલ, 360-ડિગ્રી ઈન-સ્ટેડિયમ વ્યુ, શૉટના આંકડા અને વિશ્લેષણની રીઅલ-ટાઈમ ઍક્સેસ હતી, જેથી અદભૂત વિઝ્યુઅલ અનુભવ બનાવવાયો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફર્સ્ટ ઓફ ઈટ્સ કાઈન્ડ 5G સંચાલિત હોલોગ્રામ

અનુભવમાં ઉમેરો કરાવવા સુપ્રસિદ્ધ ક્રિકેટરનો ભારતનો પ્રથમ 5G સંચાલિત લાઈવ હોલોગ્રામ હતો. એરટેલ 5G દ્વારા સંચાલિત કપિલ દેવનો વર્ચ્યુઅલ અવતાર, સ્ટેજ પર દેખાયો, રીઅલ-ટાઈમમાં પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કર્યો અને ઈનિંગની મુખ્ય ક્ષણોની ઝાંકી આપી.

કપિલ દેવે તેમના અનુભવનું વર્ણન કરતા કહ્યું કે “હું 5G ટેક્નોલોજીની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયો છું અને મારા ડિજિટલ અવતારને જાણે હું ખરેખર ત્યાં હોઉં તે રીતે મારા ચાહકો સાથે વાર્તાલાપ કરતો જોઈને હું પ્રભાવિત થયો છું. આ અદ્ભુત પ્રયાસ અને મારી કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ઈનિંગ્સમાંની એકને જીવંત કરવા બદલ એરટેલનો આભાર.”

રણદીપ સેખોન, CTO, ભારતી એરટેલ, દ્વારા ઈવેન્ટની સફળતા પર અભિપ્રાય રજૂ કરતા જણાવ્યું હતું કે, “5Gની ગીગાબીટ સ્પીડ અને મિલિસેકન્ડ લેટન્સી આપણે મનોરંજન માણવાની રીતને બદલી નાખશે. આજના પ્રદર્શન સાથે અમે માત્ર 5Gની અનંત શક્યતાઓ અને ડિજિટલ વિશ્વમાં અત્યંત વ્યક્તિગત ઈમર્સિવ અનુભવોની ફક્ત સપાટીને જ સ્પર્શ કરી છે. 5G આધારિત હોલોગ્રામ્સ સાથે આપણે વર્ચ્યુઅલ અવતારને કોઈપણ સ્થાન પર મોકલી શકીશું અને આ મીટિંગ્સ અને કોન્ફરન્સ, લાઈવ ન્યૂઝ તેમજ અન્ય ઉપયોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. એરટેલ આ ઉભરતા ડિજિટલ વિશ્વમાં 5G માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ભારત માટે નવીન ઉપયોગના કેસોની નક્કર યાદી બનાવી રહી છે. અમે અમારી ટેક્નોલોજી અને ઉપયોગના કેસોને માન્ય કરવા માટે અને અમને ટ્રાયલ સ્પેક્ટ્રમ આપવા બદલ ટેલિકોમ વિભાગનો આભાર માનીએ છીએ.”

ભારતમાં 5Gને આગળ ધપાવી રહ્યા છીએ

એરટેલનો ‘175 રિપ્લેડ’ વીડિયો અનુભવ એ 5G પહેલની શ્રેણીમાં એક નવું ઈનોવેશન છે, જે બ્રાન્ડ દ્વારા દેશમાં આ નવા-યુગની ટેક્નોલોજીને અપનાવવા માટે હાથમાં લેવામાં આવ્યું છે. 2021માં બ્રાન્ડે ભારતની પ્રથમ ગ્રામીણ 5G ટ્રાયલનું પ્રદર્શન કર્યું, જ્યારે વિવિધ શહેરોમાં અન્ય 5G ટ્રાયલનું આયોજન કર્યું. એરટેલે ભારતના બે પ્રો ગેમર્સ- મોર્ટલ અને મામ્બા સાથે એરટેલ 5G ટ્રાયલ નેટવર્ક પર ક્લાઉડ ગેમિંગનું પણ પ્રદર્શન પણ કર્યું. ગયા વર્ષે કંપનીએ તેની #5GforBusiness પહેલ પણ શરૂ કરી હતી, જેમાં તે અગ્રણી વૈશ્વિક કન્સલ્ટિંગ અને ટેક્નોલોજી બ્રાન્ડ્સ અને કંપનીઓ એન્ટરપ્રાઈઝીસ માટે 5G આધારિત સોલ્યુશન્સનું પરીક્ષણ કરવા માટે સાથે આવ્યા છે.

આ પણ વાંચો: ગ્રોસરી બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી, JioMart કરશે કરિયાણાની ઈન્સ્ટન્ટ ડિલિવરી

આ પણ વાંચો: FIH Pro League : ઈંગ્લેન્ડના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવતા, ભારત સામેની બંને મેચ સ્થગિત કરાઈ

g clip-path="url(#clip0_868_265)">