Record: સુરતમાં છેલ્લા 11 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી

નવસારી જિલ્લામાં પણ શિયાળાની ઋતુનો સૌથી વધુ ઠંડો દિવસ નોંધાયો હતો. પારો ગગડીને 7 ડિગ્રી પર પહોંચી જતા સવારથી જ લોકોને આખો દિવસ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.

Record: સુરતમાં છેલ્લા 11 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી
Surat breaks cold record of last 11 years, temperature drops to 10 degrees (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:58 AM

સુરત શહેરમાં (Surat)  2011ના જાન્યુઆરી મહિનામાં લઘુતમ તાપમાન 10.5 નોંધાયું હતું. જેનો 11 વર્ષ જૂનો રચાયેલો રેકોર્ડ (Record)  પણ રવિવારે રાત્રે બ્રેક થયો હતો. મળતી માહિતી મુજબ શહેરમાં બે દિવસ પહેલા લઘુતમ તાપમાન 21 ડિગ્રી રહ્યું હતું. શનિવારે 4 ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી રહ્યું હતું . રવિવારે તાપમાન પારો  7 ડિગ્રી ગગડીને 10.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. જે રેકોર્ડ રહ્યો હતો.

સોમવારે દિવસ દરમિયાનનું તાપમાન 23.8 ડિગ્રી રહ્યું હતું. સુરતીવાસીઓએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. દિવસે પણ ગરમવસ્ત્રો પહેરવા લોકો મજબુર બન્યા હતા. ત્યારે ઠંડીથી રાહત મેળવવા માટે મહોલ્લા, સોસાયટી અને ગલીઓમાં તાપણાઓ પણ કરવામાં આવ્યા હતા તો શહેરીજનોએ ઠંડીનો અનુભવ કરતા તાપણા કરવાની પણ ફરજ પડી હતી.

જાન્યુઆરીમાં નોંધાયેલી ઠંડી 2010માં 13.5 ડિગ્રી, 2011માં 10.5 ડિગ્રી, 2012માં 11.6 ડિગ્રી, 2013માં 11 ડિગ્રી, 2014માં 11.9 ડિગ્રી, 2015માં 12.8 ડિગ્રી, 2016માં 11.5 ડિગ્રી, 2017માં 12.2 ડિગ્રી, 2018માં 12.8 ડિગ્રી, 2019માં 11.5 ડિગ્રી અને આ વર્ષે સૌથી ઓછી 2022માં 10 ડિગ્રી નોંધાઈ હતી.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

નવસારી જિલ્લામાં પણ શિયાળાની ઋતુનો સૌથી વધુ ઠંડો દિવસ નોંધાયો હતો. પારો ગગડીને 7 ડિગ્રી પર પહોંચી જતા સવારથી જ લોકોને આખો દિવસ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. રવિવારની અને સોમવારની રાત્રી શહેરને થીજવનારી રાત્રી રહી હતી. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વર્ષો જૂનો ઠંડીનો રેકોર્ડ આ સીઝનમાં તૂટ્યો હતો.

આ સાથે જ હજી પણ બે દિવસ સુધી આ જ પ્રકારે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લોકોએ રાત્રે તો ઠીક દિવસ દરમ્યાન પણ ગરમ કપડાં પહેરીને ઘરમાં જ બેસવાની નોબત આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો બપોરના સમયે પણ ઘરની બહાર કામ વગર જવાનું ટાળી રહ્યા છે. તેમજ ઠંડીથી બચવા ગરમ પીણાં અને તાપણાનો સહારો લેતા નજરે ચડ્યા છે.

આ પણ વાંચો : Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો

આ પણ વાંચો : Surat: લકઝરી બસ દુર્ઘટના કેસમાં FSL રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા, જવાબદારો સામે કાર્યવાહી થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">