Surat: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સુરત મુલાકાતે, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત
દિલ્હી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) આજ રોજ સુરત (Surat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર મેયર, શહેર ભાજપના નેતાઓ દ્વારા ઓમ બિરલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
દિલ્હી (Delhi) લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) સુરતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા સુરત (Surat) પહોંચ્યા છે. ત્યારે સુરતમાં વિવિધ સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષે સુરતના ખૂબ જ વખાણ કર્યા હતા. સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સુરતમાં આવી લોકો પોતાનો વિકાસ કરે છે. ગુજરાતનો વિકાસ કરવામાં રાજ્યના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) મહત્વનો ફાળો અને યોગદાન રહ્યું છે.
સુરત ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા દિલ્હી લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા આજ રોજ સુરત મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર શહેરના મેયર, શહેર ભાજપના નેતાઓ દ્વારા ઓમ બિરલાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા સુરતના અઠવાલાઈન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું રાજસ્થાની સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વાગત સમારોહ સમિતિ દ્વારા પણ તેમને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લોકસભાના સ્પીકર એવા ઓમ બિરલા આજે સુરતની મુલાકાતે છે, ત્યારે અલગ અલગ સમાજના લોકોમાં તેમને મળવાનો ઉત્સાહ જોવા મળ્યો. તેમને મળવા માટે મોટી સંખ્યામાં લોકો અલગ-અલગ ભેટ-સોગાદો લઈને પણ પહોંચ્યા હતા. સુરતના અલગ-અલગ વેપારીઓએ પણ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ઓમ બિરલાએ સુરતના વખાણ કરતા જણાવ્યું હતું કે સુરતમાં આજે આવ્યો છું, જનતા એ સ્વાગત કર્યું જે સારું લાગ્યું. સુરતની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે સુરત દેશનું ઔદ્યોગિક અને વ્યાપારિક હબ ગણાતુ શહેર છે. અલગ અલગ સંસ્કૃતિ અને રાજ્યના લોકો અહીં આવે છે. લોકો અહીં મજૂરી અને વેપાર કરવા માટે આવે છે. આ સુરત બધાને પોતાનું લાગે છે. દરેક લોકોનો અહીં વિકાસ થાય છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાને સુરતને ઔદ્યોગિક હબ બનાવવા મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે.
આ પણ વાંચો : જામીન પર મુક્તિ બાદ યુવરાજસિંહ જાડેજાએ કરી યુવા નવનિર્માણ સેવા સંગઠનની રચના, કહ્યુ ”આ સંગઠન પૂર્ણ રીતે બિનરાજકીય હશે”