જામીન પર મુક્તિ બાદ યુવરાજસિંહ જાડેજાએ કરી યુવા નવનિર્માણ સેવા સંગઠનની રચના, કહ્યુ ”આ સંગઠન પૂર્ણ રીતે બિનરાજકીય હશે”
યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja )જણાવ્યુ કે તેમણે શરુ કરેલુ સંગઠન પૂર્ણ રીતે બિનરાજકીય હશે. પોલીસ પર ગાડી ચઢાવી દેવાની ઘટના પર થયેલા કેસ મામલે કહ્યુ કે તેમનો ઇરાદો કોઇને મારવાનો નહીં પણ બચાવવાનો હતો.
જામીન પર મુક્ત થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja ) નવુ સંગઠન બનાવવાની જાહેરાત કરી છે. યુવા નવનિર્માણ સેવા સંગઠનની યુવરાજસિંહે રચના કરી છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની જાહેરાત કરી છે. યુવરાજ સિંહે મીડિયા સમક્ષ જણાવ્યુ કે ”યુવા નવ નિર્માણ સેના (Yuva Nav Nirman Sena) વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવશે. અમે વિદ્યાર્થીઓની (Students) વેદનાને વાચા આપીશુ.” યુવરાજ સિંહે જણાવ્યુ કે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો અને ઉઠાવતો રહીશ અને શિક્ષિત અને અશિક્ષિત તમામ યુવાનોનો અવાજ ઉઠાવતો રહીશ.
ગઇકાલે ગાંધીનગર કોર્ટે યુવરાજસિંહના શરતી જામીન મંજૂર કર્યા બાદ આજે યુવરાજસિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉઠાવવા યુવરાજસિંહે યુવા નવ નિર્માણ સેના સંગઠનની રચના કરી છે. યુવરાજસિંહે મીડિયા સમક્ષ જણાવ્યુ કે મારા જેલવાસ દરમિયાન દરેક સમાજે મારા માટે અવાજ ઉઠાવ્યો છે અને મારા માટે અવાજ ઉઠાવનાર રાજકીય પક્ષોનો પણ આભાર માનું છુ. તેમણે જણાવ્યુ કે તેમણે શરુ કરેલુ સંગઠન પૂર્ણ રીતે બિનરાજકીય હશે. પોલીસ પર ગાડી ચઢાવી દેવાની ઘટના પર થયેલા કેસ મામલે કહ્યુ કે તેમનો ઇરાદો કોઇને મારવાનો નહીં પણ બચાવવાનો હતો.
ગત 5 એપ્રિલે સચિવાલયના ગેટ નંબર 4 પાસે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. તે દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. જોકે, પોલીસ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પાછળ યુવરાજસિંહ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાસહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા હોવાનો તેમના પર આરોપ છે. તેમજ પોલીસ ઉપર ગાડી ચઢાવી દઈ હત્યાનાં પ્રયાસનો પણ ગુનો નોંધી પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. જે બાદ હવે તેમની ગાંધીનગરમાં જવા પર પ્રતિબંધ સાથેના શરતી જામીન પર મુક્તિ થઇ છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની નાપાક હરકત: અફઘાનિસ્તાનના ખોસ્ત-કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 30થી વધુ લોકોના મોત