AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: સુરત રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે થશે અપડેટ, હશે આવી અદ્યતન સુવિધાઓ

ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે.

Railway News: સુરત રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે થશે અપડેટ, હશે આવી અદ્યતન સુવિધાઓ
Darshal Raval
| Edited By: | Updated on: Feb 06, 2023 | 9:06 PM
Share

ભારતીય રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશન ની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે,

સુરત દેશના સૌથી વધુ ઝડપે વધતા શહેરો પૈકીનું એક છે અને આર્થિક ગતિવિધિઓની સાથે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર પણ છે અને અહીં ચાલતા વેપાર ધંધાને કારણે રોજગારીના અવસરોને પ્રોત્સાહન મળ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.

ભારતીય રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200 થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે “નવા ભારતનું નવું રેલવે સ્ટેશન” બનવા માટે તૈયાર છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ સુરત સ્ટેશનનો પુનઃવિકાસ શરૂ થઈ ગયો છે અને તે ઝડપથી પ્રગતિ ઉપર છે. આ કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય રેલવે અને ગુજરાત સરકાર વચ્ચે રચિત એક વિશેષ પ્રયોજન વાહન (SPV) છે.

ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે. આને મે, 2027 સુધી પૂરો કરવાનો લક્ષ્ય છે.

સુરત રેલવે સ્ટેશનને મળશે મલ્ટિ કનેકટિવિટી

સુમિત ઠાકુર એ પણ જણાવ્યું કે સુરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ના રૂપે વિકસીત કરવામાં આવી રહ્યું છે, જે રેલવે, જીએસઆરટીસી .સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરે સાથે જોડાયેલું હશે  જેથી વધારે કનેકટિવિટી મળી રહે,  સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે જે એ સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય.

અનુકૂળ બાહ્ય સ્વરૂપ, ફિનિશ, રંગ, સામગ્રી, બનાવટના માધ્યમથી એકિકૃત થીમ એની ભવ્યતામાં વધારો કરશે. આ પરિયોજનાના ફેઝ-1 હેઠળ કામ પહેલાથી જ શરૂ થઈ ચુક્યુ છે. પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ પ્રગતિ ઉપર છે.

આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડીંગ બનાવવામાં આવશે, જેને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જીએસઆરટીસી સ્થળે બિલ્ડીંગના પાયા અને નાળું બદલવા માટે ખોદકામનું કામ પ્રગતિ ઉપર છે. પૂર્વ બાજુની બિલ્ડીંગ તૈયાર થઈ ગયા પછી પશ્ચિમ બાજુ આવેલા સ્ટેશનને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને પશ્ચિમ બાજુની આવશ્યક કચેરીઓ અને પ્રતિષ્ઠાનોને નવી પૂર્વ બાજુની બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરી દેવામાં આવશે.

રેલવે સ્ટેશન ઉપર હશે વિવિધ સુવિધાઓ

  • સુરત રેલવે સ્સ્ટેટેશન ઉપર વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેમાં  આ યોજનામાં અલગ આગમન-પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન સંકુલમાં ભીડ-ભાડ મુક્ત અને સુગમ પ્રવેશ/નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે.
  • બેસવા માટે પૂરતી જગ્યા, પ્રતિક્ષા ક્ષેત્ર અને વ્યાપક પરિભ્રમણ ક્ષેત્રની સાથે 10900 ચોરસ મીટર્સથી વધુનો કોનકોર્સ, લાઉન્જ અને રિટેલ સ્પેસથી યુક્ત હશે
  • ઉપયોગકર્તાઓને બહેતર સુવિધા અને અનુભવ માટે MMTH માં સ્કાયવોકથી જોડાયેલું હશે.
  • પ્લેટફોર્મ ઉપર ભીડભાડથી બચવા માટે કોનકોર્સ/વેઈટીંગ સ્પેસમાં પ્લેટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓ પણ હશે.
  • રેલવે સ્ટેશન 100% દિવ્યાંગ અનુકૂળ હશે.
  • સમગ્ર સ્ટેશન સંકુલમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના કુશળ ઉપયોગ, નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડીંગ પ્લેટિનમ રેટિંગનું ગ્રીન બિલ્ડીંગ હશે.
  • સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે, જેમાં SCADA અને BMS સહિત બહેતર સ્ટેશન વ્યવસ્થાપન માટે કુશળતાથી ડિઝાઈન કરવામાં આવેલી કેટલીયે વિશેષતાઓ સામેલ છે.
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">