સરકારી કે પેસેન્જર ગાડી ? સરકારી કારમાં પેસેન્જર બેસાડતા હોય તેવો VIDEO વાયરલ થયો
Surendranagar : ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ઈનોવા કારમાં પેસેન્જર બેસાડતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટ- અમદાવાદ હાઈવેના ચોટીલા બસસ્ટેશનનો છે.
સુરેન્દ્રનગરના ચોટીલામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ઈનોવા કારમાં પેસેન્જર બેસાડતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટ- અમદાવાદ હાઈવેના ચોટીલા બસસ્ટેશનનો છે. જેમાં સરકારી ગાડીમાં પેસેન્જરો બેસાડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા.
‘મોટર વ્હીકલ એક્ટનુ કડક પાલન’ અને બીજી તરફ……
ચોટીલા બસ સ્ટેશન પાસે જે મુસાફરોને બેસાડવામાં આવ્યા તે રાજકોટ પાસિંગ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર રાજકોટ જિલ્લાના વહીવટી શાખામાં ફરજ બજાવતા કોઈ અધિકારીની આ કાર છે. મહત્વનું છે કે એક તરફ સરકાર મોટર વ્હીકલ એક્ટના કડક પાલન માટે કામગીરી કરી રહી છે. જો કે આ તરફ ગુજરાત સરકારની ગાડીમાં જ મુસાફરો બેસાડતા હોય તેવો વીડિયો સામે આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.આ વીડિયોની tv9 કોઈ પુષ્ટિ કરતુ નથી. આ કારની તપાસ થાય અને જે તે અધિકારી સામે કાયદેસર પગલાં લેવાય તે જરૂરી છે.
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
