AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ રહેશે વીજ કાપ, સુરત કાપડ માર્કેટમાં કરોડોનું ભારણ વધશે

ગુજરાતમાં વીજળીના શોર્ટ સપ્લાયને કારણે ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જેમાં સુરતના ઔદ્યોગિક એકમોમાં રવિવારના રોજ વીજળી કાપ રાખવામાં આવ્યો છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ રહેશે વીજ કાપ, સુરત કાપડ માર્કેટમાં કરોડોનું ભારણ વધશે
Surat cloth Industries (Symbolic Image)
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 1:12 PM
Share

સુરતમાં (Surat) દર રવિવારે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજકાપની (Power cut) જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે વિંવીંગ, યાર્ન, પ્રોસેસિંગ ડાઈંગ, ટેકસ્યુરાઈઝર્સ, સ્પિનર્સ, નીટીંગના ઉદ્યોગોને (Industries) સૌથી વધુ અસર થવાની શક્યતા છે. પાવર કાપને લીધે સુરતમાં બનતા 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન અટકી જશે. જયારે એક મહિનામાં માત્ર ચાર રવિવારની જ ગણતરી કરવામાં આવે તો 16 કરોડ કાપડ મીટરનું ઉત્પાદન થશે નહી. આ ઉપરાંત કારીગરોને રોજે રોજ ચુકવવામાં આવતા પગાર સીધી અસર પડશે. જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાના નુકસાનની ચિંતા અત્યાર જ સતાવી રહી છે.

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં વીજળીનો મુદ્દો ગરમાયો છે. રાજ્યના ખેડૂતો ઓછી વીજળી મળવાના કારણે વિરોધ કરી રહ્યાા છે. બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખેડૂતો સુધી વધુ વીજળી પહોંચે તે માટે સામાન્ય જનતાને વીજ વપરાશ બને તેટલો ઓછો કરવાની અપીલ કરી છે. તો આ તરફ ગુજરાતમાં વીજળીના શોર્ટ સપ્લાયને કારણે ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જેમાં સુરતના ઔદ્યોગિક એકમોમાં રવિવારના રોજ વીજળી કાપ રાખવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આ બાબતે એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, કતારગામ જીઆઈડીસી, અંજની ઈન્ડસ્ટ્રીયલ, પીપોદરા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં અનેક એકમોમાં અલગ અલગ શિફ્ટમાં 24 કલાક કામ ચાલતું હોય છે. પરંતુ રવિવારે સુરતના એકમોમાં વીજળી કાપ રાખવામાં આવ્યો હોવાથી સુરતના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન જશે. વીજળી કાપના કારણે સુરતમાં એક મહિનામાં 15 કરોડ મીટર ઓછા કાપડનું ઉત્પાદન થશે.

સુરત શહેરના મોટાભાગના વીવિંગ એકમો 24 કલાક ચાલે છે. જેમાં વીવિંગ યુનિટો, પ્રોસેસિંગ-પ્રિન્ટિંગ મિલો, યાર્ન ટેક્ષ્યુરાઈઝ એકમો, એમ્બ્રોઈડરી એકમો, નીટિંગ, વોર્ફ નિટિંગ, સર્કુયલર એકમો 24 કલાક ચાલે છે. અઠવાડિયામાં એક દિવસ વીજકાપથી સંચાલકોને કરોડોનો ફટકો પડશે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતુ કે ‘એકમો 24 કલાક ચાલે છે. એક દિવસના વીજકાપથી તમામ એકમોને નુકસાન જશે. કારીગરોને પગાર પણ આપવાનો હોય છે, જેથી આ નુકસાન ઉદ્યોગકારોને પોષાય તેવુ નથી.

આ પણ વાંચો-

Surat Exclusive : મોબાઈલ ચોર મહિલાને લોકોએ પકડીને તેને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ , બિલ્ડીંગમાં ઝાડુ પકડીને કરાવી સફાઈ

આ પણ વાંચો-

Bhavnagar: વન રક્ષક પેપરકાંડ મુદ્દે ASP સફીન હસનનો દાવો, ”આ પેપર ફૂટવાની ઘટના નથી, માત્ર કોપી કેસ છે”

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">