Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે પકડાતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ
ગુજરાતમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીને પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે પકડાઈ હતી.સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસ ટીમના અધિકારીએ વિદ્યાર્થીને રસાયણ વિજ્ઞાનના પેપરમાં મોબાઇલ સાથે ઝડપી પાડી હતી. ત્યારે તપાસ અધિકારીએ વિદ્યાર્થીની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે
ગુજરાતમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીને પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે પકડાઈ હતી.સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસ ટીમના અધિકારીએ વિદ્યાર્થીને રસાયણ વિજ્ઞાનના પેપરમાં મોબાઇલ સાથે ઝડપી પાડી હતી. ત્યારે તપાસ અધિકારીએ વિદ્યાર્થીની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. તપાસ અધિકારીની ફરિયાદને આધારે પોલીસે વિદ્યાર્થીની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીને પરીક્ષા ખંડમાંથી મોબાઇલ સાથે ઝડપી પાડી હતી
હાલ, સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરી શકે તેની પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય કોઈપણ ડિજિટલ ઉપકરણો સાથે લઈ જવા પર સખત પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કેમ છતાં સુરતની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની આવા ઉપકરણો સાથે પરીક્ષા ખંડમાંથી ઝડપાઈ છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસ સમિતિના સભ્ય દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીને પરીક્ષા ખંડમાંથી મોબાઇલ સાથે ઝડપી પાડી હતી.
વિજ્ઞાન પ્રવાહનું બીજુ પેપર રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીની મોબાઇલ સાથે પરીક્ષા ખંડમાં પહોંચી હતી
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ચોરી કે ગેરરીતિ ન કરે તેની પર સ્કવોડની ટીમ ઉપરાંત સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની પણ વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે અને તે ચાલુ પરીક્ષા દરમિયાન જુદી જુદી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓની તપાસ કરી રહી છે. દરમિયાન અઠવાલાઇન્સ ખાતે આવેલી જીવન ભારતી શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બીજી પરીક્ષામાં જ ગેરરીતિ કરતા વિદ્યાર્થીની પકડાઈ હતી. વિજ્ઞાન પ્રવાહનું બીજુ પેપર રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીની મોબાઇલ સાથે પરીક્ષા ખંડમાં પહોંચી હતી. અને તેમાંથી ગેરરીતી આચરવામાં આવી રહી હતી.
ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમ દ્વારા ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને ઝડપી પાડવામાં આવી હતી. તપાસ અધિકારીએ વિદ્યાર્થીની નો ફોન પણ કબજે લીધો હતો.આ સાથે બોર્ડની પરીક્ષા શરૂ થતા ની સાથે બીજી જ પરીક્ષામાં પ્રથમ ગેરરીતિનો કેસ સામે આવ્યો હતો.
વિદ્યાર્થીની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી
જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ સમિતિના અધિકારી જનક પટેલ દ્વારા વિદ્યાર્થીને ચાલુ પરીક્ષામાં મોબાઇલ સાથે ચોરી કરતા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રીક ઉપકરણો કે મોબાઈલ પોતાની સાથે લઈ જઈ શકતા નથી તે પ્રકારે સ્પષ્ટ સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે ગેરરીતિ કરતા પકડાતા તપાસ અધિકારી જનક પટેલ દ્વારા વિદ્યાર્થીની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરાઈ હતી.
વિદ્યાર્થીની દ્વારા પરીક્ષામાં ચોરીના ઇરાદે જે મોબાઈલ લઈને આવવામાં આવ્યો હતો તે તપાસ અધિકારી દ્વારા કબજે કર્યો હતો તેને પોલીસમાં ફરિયાદ કર્યા બાદ ઉમરા પોલીસને સોંપ્યો હતો. ઉમરા પોલીસે જનક પટેલની ફરિયાદના આધારે વિદ્યાર્થીની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gir Somnath : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી