Gujarati Video: જૂનાગઢને ગૃહપ્રધાન અમિત શાહની વિકાસ કાર્યોની ભેટ, APMCના કિસાન ભવનનું કર્યુ લોકાર્પણ

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 6:21 PM

Junagadh: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢમાં આજે APMCના કિસાન ભવનનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યુ કે જો કો-ઓપરેટિવ માળખુ બરાબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાનુ શરૂ થઈ જાય.

“ભારત સરકાર જે બજેટ મોકલે છે તે તમારા સુધી પહોંચતું નથી, કારણ કે કોઓપરેટીવ માળખું બરાબર નથી.” આવુ નિવદેન આપ્યું છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે. જૂનાગઢ APMCના કિસાન ભવનના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે વધુમાં કહ્યું કે, “જો કોઓપરેટીવ માળખુ બરોબર થઈ જાય તો તમામ યોજના તમારા સુધી પહોંચવાની ચાલુ થઈ જાય.

વધુમાં અમિત શાહે જણાવ્યુ કે આ માટે સરકાર આવતા મહિને કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત કરવા જઈ રહી છે. જેમાં તમામ સેવા સહકારી મંડળી, ડેરી અને મત્સ્ય ઉત્પાદનની વ્યવસ્થા એક જગ્યાએ કરાશે. કોઓપરેટિવ સોસાયટી એક્સપોર્ટ હાઉસ તરીકેની સેવાઓ આપશે અને એક્સપોર્ટનો નફો ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધો ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા કરાશે. જેથી ખેડૂતોની આવક બમણી નહીં અનેક ગણી થશે. આ કોઓપરેટીવ સોસાયટીમાં ભંડારાની યોજના, સ્ટોરેજની યોજના સહિત 20 પ્રકારના કામ કરવાની વ્યવસ્થા કરાશે.

વધુમાં તેમણે જણાવ્યુ કે હમણા પીએમ મોદીએ કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ત્રણ રાષ્ટ્રીય સ્તરની મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનો પાયો નાખ્યો છે. આ ત્રણ સોસાયટી પૈકી બે કો-ઓપરેટિવ સોસાયટી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. એક છે પ્રાકૃતિક ખેતી કરનારા બધા ખેડૂતોની પ્રોડક્ટ એ કો-ઓપરેટિવ સોસાયટી અમૂલની પેટર્ન પર લઈ લે છે. ખેડૂતોને તેનો સીધો નફો ટ્રાન્સફર કરે છે. એમની જમીન અને ઉપજ બંનેની ટેસ્ટિંગની વ્યવસ્થા આવનારા 5 વર્ષની અંદર દરેક જિલ્લામાં કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું, 700 લોકો રોજ લઇ શકશે ભોજન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati