Surat: શૈક્ષણિક વર્ષના અંતે આવેલી ત્રીજી લહેરે ફરી વાલીઓમાં ચિંતા વધારી, ઓનલાઈન શિક્ષણ તરફ પરત ફર્યા વિદ્યાર્થીઓ
વાલીઓનું કહેવું છે કે એક વાર કોરોના લહેર કાબુમાં આવે પછી તેઓ પોતાના સંતાનોને શાળાએ મોકલવાનો વિચાર કરશે. કારણ કે સુરતમાં છેલ્લા 15 દિવસથી રેકોર્ડબ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.
કોરોના સંક્રમણ (Corona) સતત વધી રહ્યું છે. શાળામાં છેલ્લા એક મહિનામાં પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. આ જોઈને હવે વાલીઓ પણ સંપૂર્ણ ડર બતાવી રહ્યા છે. બાળકો (Children ) ગુમાવવાના ડરથી વાલીઓએ તેમના બાળકોનું સ્કૂલિંગ બંધ કરી દીધું છે. સુરતની મોટાભાગની શાળાઓમાં (Schools) માત્ર 20 ટકા બાળકો જ ઑફલાઈન ક્લાસમાં ભણવા આવે છે.
સુરત શહેરમાં સરેરાશ દરરોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3000ને પાર થઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે આખા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ખાસ કરીને શાળાના સંચાલકો પણ મુંઝવણમાં છે કે શાળા સદંતર બંધ કરવી કે આવતા વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખવું. 11માં ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે, જેઓ ઑફલાઈન શિક્ષણ માટે આવી રહ્યા છે.
શાળા સંચાલકોને ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવાની ફરજ પડી રહી છે. વાલીઓ હવે શાળા સંચાલકોને પણ ઑનલાઈન શિક્ષણને ફરીથી જોડવા વિનંતી કરી રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. જે શાળાઓમાં બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા, તે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.
અંતે હવે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેની સંમતિ બાદ જ બાળકોને શાળામાં બોલાવવામાં આવશે અથવા પરિસ્થિતિ સાનુકૂળ રહેશે તો વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવશે. તાજેતરમાં શાળાઓમાં ઓફલાઈન બાળકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. જ્યાં સુધી સુરતની વાત છે ત્યાં સુધી આખા ગુજરાતમાં સુરતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
નાયબ આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરતમાં અત્યાર સુધી 80 ટકા જેટલા બાળકોનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સફળતા મળી છે. જોકે છેલ્લા 15 દિવસમાં 980 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા વાલીઓમાં ડરનો માહોલ જરૂરી છે અને જેના કારણે જ હાલ ઓનલાઈન એજ્યુકેશન તરફ વાલીઓ વળ્યા છે અને બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે.
વાલીઓનું કહેવું છે કે એક વાર કોરોના લહેર કાબુમાં આવે પછી તેઓ પોતાના સંતાનોને શાળાએ મોકલવાનો વિચાર કરશે. કારણ કે સુરતમાં છેલ્લા 15 દિવસથી રેકોર્ડબ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: Surat : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
આ પણ વાંચો : લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ