AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olpad : સસ્પેન્ડેડ તલાટીને પુનઃ ફરજ પર ન લેવાય ત્યાં સુધી તલાટી કમ મંત્રીઓ હડતાળના મૂડમાં

સુરત (Surat )જિલ્લા સહીત તાલુકાના તલાટી કમ મંત્રીઓમાં પણ તેના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. કામરેજ તાલુકા તલાટી કમ મંત્રીઓ દ્વારા પણ કેતન જાસોલિયાની ફરજ મોકૂફીના વિરોધમાં આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Olpad : સસ્પેન્ડેડ તલાટીને પુનઃ ફરજ પર ન લેવાય ત્યાં સુધી તલાટી કમ મંત્રીઓ હડતાળના મૂડમાં
Strikes for Suspended Talati (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 2:47 PM
Share

ઓલપાડ(Olpad ) તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી ને સસ્પેન્ડ(Suspend ) કરાતા તલાટીઓ વિફર્યા છે. સસ્પેનશન(Suspension ) ના વિરોધમાં તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલિયા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તલાટી ઉપર આરોપ છે કે, આકારણી ના કામ અર્થે અરજદાર સાથે ગેરવર્તણૂક અને પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

સમગ્ર મામલે અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, સુરતને ફરિયાદ કરતા 24 કલાકના સમયગાળામાં તલાટી કમ મંત્રી કેતન જાસોલીયા ને ફરજ મોકૂફી કરી દેવાતા તલાટીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. તલાટીઓનો આક્ષેપ છે કે, કોઇ પણ જાતની તક આપ્યા વગર કારેલી ગામના તલાટીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયા વિરુદ્ધ એક મહિલા ફરિયાદી દ્વારા ઉપજાવી કરેલી ખોટી ફરિયાદના આધારે કોઈપણ જાતના તલાટી ક્રમ મંત્રી ના ગુણદોષ તપાસ્યા વિના ડીડીઓ એ એક તરફી નિર્ણય કરી તલાટીને ફરજ માં મોકૂફ કરી દેતા માંગરોળ તાલુકા તલાટી મંડળે વહીવટી કામકાજ બંધ કરી હડતાલ પાડી વિરોધ દર્શાવ્યો છે. માંગરોળ તાલુકા તલાટી મદનલના પ્રમુખની આગેવાનીમાં આવેદન પાત્ર આપીને જ્યાં સુધી નિર્દોષ તલાટી કમ મંત્રીને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

જ્યાં સુધી તલાટી ને પુનઃ સ્થાપિત નહીં કરાય ત્યાં સુધી તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ મામલે ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓલપાડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ કે.કે.નાયક, માજી પ્રમુખ ભરત ચૌધરી, પાર્થ અણધડ સહિતના તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત જિલ્લા સહીત તાલુકાના તલાટી કમ મંત્રીઓમાં પણ તેના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. કામરેજ તાલુકા તલાટી કમ મંત્રીઓ દ્વારા પણ કેતન જાસોલિયાની ફરજ મોકૂફીના વિરોધમાં આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો આવનાર દિવસોમાં તેનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આપત્તીજનક પરિસ્થિતમાં સેવા બજાવવાની સેવા સિવાયની અન્ય કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.

Input Credit by Suresh Patel (Olpad )

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">