AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચેમ્બર દ્વારા USA ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’માં તિરુપુરના 30 થી વધુ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ-એક્સપોર્ટર્સે ભાગ લીધો

કોરોના કાળ સમાપ્ત થયા બાદ ચેમ્બર દ્વારા એક પછી એક એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યા છે. જેના કારણે મંદ પડેલા ટેક્સ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક બુસ્ટર ડોઝ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓપહેલી વખત જ અમેરિકામાં યોજાવા જઈ રહેલ ટેક્સ્ટાઇલ ટ્રેડ ફેરથી દેશના ગારમેન્ટ ઉદ્યોગને પણ વેગ મળે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

Surat : ચેમ્બર દ્વારા USA ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’માં તિરુપુરના 30 થી વધુ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ-એક્સપોર્ટર્સે ભાગ લીધો
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમેરિકામાં બે દિવસ એક્ઝિબિશનનું આયોજન (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:34 AM
Share

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આગામી તા. 10 અને 11 જૂન, 2022ના રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાના (US) જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેકસટાઇલ(Textile ) એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ ઉપરાંત તિરુપુરના 30 થી વધુ ટેકસટાઇલ એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ અને એકસપોર્ટર્સે ભાગ લીધો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધી તરીકે ચેમ્બરના ગૃપ ચેરમેન તથા ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે તિરુપુર ખાતે 150 થી પણ વધુ તિરુપુરના સ્થાનિક ટેકસટાઇલ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ, એકસપોર્ટર્સ અને નીટર્સ સાથે મિટીંગ કરી હતી.

આ મિટીંગમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. પ્રથમ વખત ચેમ્બર દ્વારા તિરુપુરના મહત્વના ટેકસટાઇલ એસોસીએશનો જેવા કે સ્ક્રીન પ્રિન્ટર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (SPAI), ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI), તિરુપુર એકસપોર્ટર્સ એસોસીએશન (TEA), તિરુપુર એકસપોર્ટ નીટ પ્રિન્ટર્સ એસોસીએશન (TEKPA), તિરુપુર એકસપોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ એસોસીએશન (TEAMA), ધી ટેકસટાઇલ એસોસીએશન– ઇન્ડિયા (TAI) અને એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (AEPC) ને એક જ પ્લેટફોર્મ ઉપર એકત્રિત કરવામાં આવ્યા હતા.

આ મિટીંગમાં તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશન વિશે પ્રેઝન્ટેશન રજૂ કરી ટેકસટાઇલ ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી હતી. ટેકસટાઇલ ઉદ્યોગકારોને કાપડના વૈશ્વિક ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો મળી રહેશે અને તેના થકી તેઓને થનારા બિઝનેસથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા. મિટીંગ ખૂબ જ સફળ રહી હતી અને ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનમાં તિરુપુરના 30 થી વધુ ટેકસટાઇલ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ અને એકસપોર્ટર્સે ભાગ લીધો હતો.

કોરોના કાળ સમાપ્ત થયા બાદ ચેમ્બર દ્વારા એક પછી એક એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યા છે. જેના કારણે મંદ પડેલા ટેક્સ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક બુસ્ટર ડોઝ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓપહેલી વખત જ અમેરિકામાં યોજાવા જઈ રહેલ ટેક્સ્ટાઇલ ટ્રેડ ફેરથી દેશના ગારમેન્ટ ઉદ્યોગને પણ વેગ મળે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો :

Surat : બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા 27 ફ્લેટ સીલ, ફ્લેટધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા

Surat : ડાયમંડ એસોસિએશનને હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલ બનાવવા જગ્યાની ફાળવણી કરાશે

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">