Surat : મહેકમ ખર્ચ ઘટાડવા કોપોરેશનની નવી HR પોલિસી માટે વિચારણા
ટેક્નિકલ અને નોન ટેક્નિકલ પ્રોજેકટ કે કામગીરી માટે પ્રવર્તમાન મહેકમમાં કેટલીક જગ્યાએ વધારા/ઘટાડાની જરૂ૨ છે. હાલ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવી અથવા આઉટ સોર્સિંગથી કામગીરી સોંપવી ? બન્ને પૈકી મનપા માટે શું ફાયદાકારક છે ? વગેરે અંગેનો રીપોર્ટ આ કમિટી દ્વારા આપવામાં આવશે.
2022-23ના બજેટમાં(Budget ) સુરત મનપાને સ્વનિર્ભ૨ બનાવવા માટેના વિવિધ આયોજન હેઠળની જોગવાઇઓ પૈકી મનપા (SMC) દ્વારા 50 ટકા જેટલો ને હાલનો મહેકમ ખર્ચ ઘટાડવા તથા આવકના(Income ) નવા સ્ત્રોત ઊભા કરવા માટે ભાર મૂક્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મહેકમ ખર્ચમાં ઘટાડા અને આવકના નવા સ્ત્રોત ઊભા ક૨વા , વર્તમાન સ્ત્રોતમાંથી રીતે મેળવી શકાય ? તેનું માળખું તૈયાર કરવા માટે બે વિવિધ કમિટીઓનું ગઠન મહત્તમ કરવામાં આવશે. જે પૈકી મનપાની નવી હ્યુમન રીસોર્સ ( એચઆર ) પોલિસી તૈયાર કરવા માટે મનપા કમિશનરે ત્રણ ઉચ્ચ અધિકારીઓની કમિટીનું ગઠન કર્યુ છે.
મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે કે , મનપાના કુલ રેવન્યૂ ખર્ચમાં 50 ટકા જેટલો ખર્ચ મહેકમ પાછળ થયો છે. પ્રવર્તમાન સમય ટેક્નોલોજીનો છે તેથી મોટાભાગના કિસ્સાઓમાં મેનપાવરની જરૂરી ઓછી પડી શકે છે તેથી કામગીરી આધારિત મહેકમ નક્કી કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માટે ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાય , કમલેશ નાયક અને માકડિયાની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
ટેક્નિકલ અને નોન ટેક્નિકલ પ્રોજેકટ કે કામગીરી માટે પ્રવર્તમાન મહેકમમાં કેટલીક જગ્યાએ વધારા/ઘટાડાની જરૂ૨ છે. હાલ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવી અથવા આઉટ સોર્સિંગથી કામગીરી સોંપવી ? બન્ને પૈકી મનપા માટે શું ફાયદાકારક છે ? વગેરે અંગેનો રીપોર્ટ આ કમિટી દ્વારા આપવામાં આવશે.
મનપામાં મોટાભાગની ભરતીઓ 25 કે 30 વર્ષ ફેક થયેલ હોવાથી નજીકના માટે પ્રવર્તમાન મહેકમમાં કેટલીક ભવિષ્યમાં ઘણી જગ્યાઓ ખાલી પડેલ છે. જે પૈકી મહત્વની જગ્યાઓ ભરવા માગે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેકમ ખર્ચમાં ઘટાડા માટેની કવાયત સાથે સાથે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટેની પણ સક્રિય વિચારણા વિવિધ સ્તરે જાથ ધરવામાં આવી છે.
આ માટે પણ મહાનગરપાલિકા દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવશે. જેના દ્વારા સેક્ટરવાઇઝ પૃથ્થકરણ કરવામાં આવશે અને આવકના નવા સ્ત્રોત વિશે વિચારવામાં આવશે. જેથી મનપા ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે. અને શહેરીજનોની સુખાકારી માટેના નવા પ્રોજેકટ હાથ ધરી શકાય.
આ પણ વાંચો :