Surat : શહેરને પ્રદુષણમુક્ત રાખવા સુરતના આ યુવાનોનું ગ્રુપ ચલાવે છે અનોખું અભિયાન

વર્ષ 2019માં આ સંસ્થા દ્વારા આગ બુઝાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં 850 કરતા વધારે યુવાનો જોડાયેલા છે. જે સમગ્ર શહેરમાં ખાલી જગ્યા કે વેરાન જગ્યા પર સળગાવવામાં આવતા કચરાને રોકવાનો પ્રયાસ કરે છે.

Surat : શહેરને પ્રદુષણમુક્ત રાખવા સુરતના આ યુવાનોનું ગ્રુપ ચલાવે છે અનોખું અભિયાન
A group of young people from Surat run a unique campaign to keep the city pollution free(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:11 AM

સુરત(Surat ) શહેરમાં ઘણા લોકો ગેરકાયદેસર અને ખોટી રીતે કચરાનો(Waste ) નિકાલ કરે છે. કચરાના વૈજ્ઞાનિક નિકાલને બદલે સળગાવવાના(Burn ) કિસ્સાઓ સામે આવે છે. આ અંગે મહાનગરપાલિકા પ્રશાસનને ફરિયાદ કરવા છતાં કોઈ ખાસ પગલાં ભરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શહેરના યુવાનોના જૂથે જાતે પ્રયાસો શરૂ કર્યા હતા.

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક હજાર યુવાનોનું જૂથ સ્વચ્છતા અભિયાન સાથે લોકોને જાગૃત પણ કરી રહ્યું છે. શહેરને પ્રદુષણથી બચાવવા માટે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, ‘પ્રોજેક્ટ સુરત’ નામે કામ કરતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે, શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે. પ્રદૂષિત હવા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવા સંજોગોમાં અનેક ઔદ્યોગિક એકમો અને લોકો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી સળગાવી દે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેના કારણે ત્રણ વર્ષમાં 50 હજાર કિલોથી વધુ કચરો વર્ગીકૃત કરીને નગરપાલિકાને સુપરત કર્યા બાદ હવા પ્રદૂષિત થાય છે. ત્રણ વર્ષ પહેલા કચરો સળગાવવાની તસ્વીરો સાથે નગરપાલિકા પ્રશાસનને પણ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં અમે જાતે જ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવાનું નક્કી કર્યું છે.શહેરમાં ગ્રુપના એક હજાર સ્વયંસેવકો છે, જેઓ દર રવિવારે આ કામગીરી કરે છે.

ખાડીઓ, નદી કિનારો અને નહેરોની સફાઈ કર્યા બાદ કચરો એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ તેનું વર્ગીકરણ કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે. આ ગ્રુપનો દાવો છે કે ત્રણ વર્ષમાં 50 હજાર કિલો કચરો એકત્ર કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. જ્યાં પણ કચરો સળગાવવાના પ્રયાસો થાય છે ત્યાં તેને અટકાવી દેવામાં આવે છે અને કચરો મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગને સોંપવામાં આવે છે, જેથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને શહેરને પ્રદુષણથી બચાવી શકાય.

વર્ષ 2019માં આ સંસ્થા દ્વારા આગ બુઝાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં 850 કરતા વધારે યુવાનો જોડાયેલા છે. જે સમગ્ર શહેરમાં ખાલી જગ્યા કે વેરાન જગ્યા પર સળગાવવામાં આવતા કચરાને રોકવાનો પ્રયાસ કરે છે. પ્રોજેક્ટ સુરતના સંસ્થાપક આકાશ બંસલે જણાવ્યું હતું કે જ્યાં પણ કચરો સળગાવ્યો હોવાની માહિતી પ્રોજેક્ટ સુરતને મળે છે. તે જાણકારી સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકોને આપવામાં આવે છે. અને તેઓ બીજા સભ્યો સાથે ત્યાં પહોંચી જાય છે.

તેઓ ત્યાં પહોંચીને ફાયર વિભાગને જાણકારી આપે છે. અને આગ પર કાબુ મેળવીને કચરાના નિકાલનો પ્રયત્ન કરે છે. સાથે જ સ્થાનિકોને તેને રોકવા વિષે સમજણ પણ આપે છે. છેલ્લા બે વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી કરીને લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :

Surat : ડાયમંડ અને ટેક્સ્ટાઇલ બાદ હવે કેળા અને દાડમ બનશે સુરતના એકસપોર્ટની નવી ઓળખ

Surat : કોરોનાના પ્રતિબંધો હળવા થતા જ લગ્નસરામાં આપવામાં આવતી સસ્તી સાડીઓની ડિમાન્ડ વધી, વેપારીઓ તૈયારીમાં લાગ્યા

g clip-path="url(#clip0_868_265)">