Surat : ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી ઝડપાયો 40 કિલોથી વધારે ગાંજાનો જથ્થો
રાજ્યમાં ફરી એકવાર આ પ્રકારનો જથ્થો સુરતના પશ્ચિમ રેલવેની ટ્રેનમાંથી ઝડપાયો છે. પુરી થી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માંથી બરોડા રેન્જના SOGને સુરત રેલ્વે સ્ટેશન પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.
Surat : રાજ્યમાં અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. રાજ્યમાં ફરી એકવાર આ પ્રકારનો જથ્થો સુરતના પશ્ચિમ રેલવેની ટ્રેનમાંથી ઝડપાયો છે. પુરી થી ગાંધીધામ જતી વિકલી સુપરફાસ્ટ પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ માંથી બરોડા રેન્જના SOGને સુરત રેલ્વે સ્ટેશન પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આશરે 40 કિલોથી વધુ બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ રેલવે ઝોનના ગુજરાત રેલવેના એડિશનલ ડીજીપી રાજકુમાર પાડીયાનને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારથી રેલવેમાં અન્ય રાજ્યમાંથી થતી ડ્રગ્સ માદક પદાર્થ, ભારતીય બનાવટનો દારૂ કે અન્ય વસ્તુઓ હેરાફેરી અટકાવવામાં મહત્વની સફળતા પ્રાપ્ત મળી છે.
પુરી થી ગાંધીધામ તરફ જતી ટ્રેનમાંથી ઝડપાયો ગાંજો
તેમના નેતૃત્વ હેઠળ રેલવેના એસપી રાજેશ પરમાર પણ આવી બંધીઓને અન્ય રાજ્યોમાંથી ટ્રેન મારફતે કરવામાં આવતી હેરાફેરી અટકાવવામાં પોતાના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. જેના આધારે અવર નવર માદક પદાર્થનો જથ્થો બરોડા રેલવે એસઓજી પીઆઈ પારગી ની ટીમ ઝડપી પાડવામાં આવે છે. શહેરમાં વધુ એક જથ્થો પુરી થી ગાંધીધામ તરફ જતી સ્પેશિયલ વિકેન એક્સપ્રેસ 22974 પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં ઝડપાયો છે.
નંદરબાર થી ચડેલા એસોજીના સ્ટાફને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રાવેલિંગ બેગ તેમજ ત્રણ જેટલી સ્કૂલ બેગ ની અંદર માદક પદાર્થ એટલે કુલ 40 કિલો થી વધારે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને આ જથ્થો ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં મળ્યો હતો. એસ ઓ જી તેમજ પી આઈ પારગીએ ગાંજાનો જથ્થો ફોરેન્સિક રિપોર્ટ ના આધારે સુરત રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ રાજકોટથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો
આ અગાઉ સુરતના કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાંથી લાવારીસ હાલતમાં 10 લાખથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર આવેલી દરગાહમાંથી ગાંજો ઝડપાયો હતો. દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. મુંજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો