Surat : ચોમાસા પહેલાની કામગીરી ચોમાસા દરમિયાન થતી હોવાના આક્ષેપ, મનપાની પ્રિમોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ, જુઓ Video

સુરતમાં અણુવ્રત દ્વાર પાસે આવેલા ઓવરબ્રિજનું મહાનગરપાલિકાએ ભરચોમાસે સમારકામ શરૂ કર્યું. ચોમાસા પહેલાની કામગીરી ચોમાસા દરમિયાન થતી હોવાના આક્ષેપ. સાત જ વર્ષમાં બ્રિજ બંધ કરી સમારકામ કરવાની ફરજ પડી હોવાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 11:55 PM

સુરતમાં અણુવ્રત દ્વાર પાસે આવેલા ઓવરબ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ ભરચોમાસે બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. મનપાની પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ચોમાસા પહેલાની કામગીરી ચોમાસા દરમિયાન થતી હોવાના આક્ષેપ કરાયા છે. ચોમાસા દરમિયાન પ્રિમોન્સૂન કામગીરીથી લોકો પરેશાન થયા છે. સાત જ વર્ષમાં બ્રિજ બંધ કરી સમારકામ કરવાની ફરજ પડતા સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવાયા છે.

આ પણ વાંચો  : બરોડા ડેરીનો મુદો ઉકેલાયો, પ્રમુખ તરીકે સતીષ પટેલ, ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકીની વરણી, જુઓ Video

સુરતની સૌથી સધ્ધર મહાનગરપાલિકા માની એક માનવમાં આવે છે ત્યારે બ્રિજ સમારકામની કામગીરીને લઈ નાગરિકોએ આ બાબતે ભારે રોષ વ્યક્ત કયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે કારણ કે મહાપાલિકા પ્રિમોન્સૂન કામગીરીને લઈ સવાલો ઊભા થયા છે. જેમાં ભરચોમાસે બ્રિજનું સમારકામ શરૂ કર્યું હોવાથી કામગીરી પર સવાલ ઉઠ્યા છે

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">