Monsoon 2022 : દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 17 ટકા વરસાદ ખાબક્યો, સંખ્યાબંધ ડેમમાં નવા નીરની આવક થઇ

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ (Rain) ખાબક્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં (Gujarat) નદી-નાળા છલકાયા છે.

Monsoon 2022 : દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 17 ટકા વરસાદ ખાબક્યો, સંખ્યાબંધ ડેમમાં  નવા નીરની આવક થઇ
Gujarat Dam (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:42 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા (Rain) મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં નદી-નાળા છલકાયા છે. અનેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો સહિત વહીવટી તંત્રની ચિંતા પણ હળવી બની છે.

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 17 ટકા વરસાદ

ગુજરાતના મીની ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સંખ્યાબંધ ડેમો નવા પાણીથી છલકાયા

રાજ્યમાં એક અઠવાડિયાથી ચાલતી મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સિઝનના પહેલા વરસાદમાં જ ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે..,, તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31 ટકા પાણી ઉપલબ્ધ છે. ક્ષિણ ગુજરાતના ડેમમાં 42 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં મળીને પાણીનો 24 ટકા જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 43.43 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદમાં જ ડેમમાં નવા નીર આવતા વહીવટી તંત્ર અને ખેડૂતોની ચિંતા હળવી બની છે.

મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી. આજે સાર્વત્રિક વરસાદ પડશે. તો 4થી 7 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરાથી NDRFની 5 ટીમો અલગ અલગ જગ્યાએ મોકલાઈ છે. ત્રણ ટીમ રાજકોટ, એક ટીમ સુરત અને એક ઉત્તર ગુજરાત મોકલાઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">