AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Admission: RTE પ્રવેશ માટે એક જ અઠવાડિયામાં 16 હજાર કરતા વધારે અરજીઓ આવી

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઈન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે. આ નંબર પર વાલીઓ સવારે 11થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી શકશે. જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.

Mission Admission: RTE પ્રવેશ માટે એક જ અઠવાડિયામાં 16 હજાર કરતા વધારે અરજીઓ આવી
Right to education (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 3:31 PM
Share

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો (Students) ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવેશ પ્રક્રિયા (Admission) શરૂ થતાં જ એક સપ્તાહમાં 16, 217 અરજીઓ ભરાઈ છે. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આરટીઈ માટે શરૂ કરાયેલી હેલ્પલાઈન પર પણ કોલની સંખ્યામાં વધારો થયો છે. ઝડપી અરજીઓની પ્રવેશમાં કોઈ સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. એક સપ્તાહમાં આ હેલ્પલાઈન પર કોલની સંખ્યામાં વધારો થયો છે.

અરજીઓની સંખ્યા જોતા એવું લાગે છે કે આ વર્ષે RTEમાં પ્રવેશ માટેનો આંકડો વધીને 25 હજાર થઈ જશે. પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 898 ફોર્મ રિજેક્ટ થયા છે. સુરતની સાથે રાજ્યની ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ માટે 30 માર્ચથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં એક સપ્તાહથી ઓછા સમયમાં 16, 217 અરજીઓ, સર્ટિફિકેટ અને ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની માહિતી માટે દિવસભરમાં 70થી વધુ કોલ આવી રહ્યા છે. કોલ અને એપ્લીકેશનની સંખ્યા જોઈને લાગે છે કે હવે વાલીઓ RTE અંગે જાગૃત થઈ ગયા છે.

આરટીઈના પ્રવેશ સમયસર હોવાથી તમામ અરજીઓની ચકાસણી પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ઝડપી ગતિએ થઈ રહી છે. અત્યાર સુધી મળેલી અરજીઓમાંથી 12,597 મંજૂર કરવામાં આવી છે, જ્યારે 898 નામંજૂર કરવામાં આવી છે. 1,372 અરજીઓની ચકાસણી ચાલી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના નામમાં ભૂલ, જૂના અને બનાવટી પ્રમાણપત્રો, રહેઠાણના પ્રમાણપત્રોમાં વિસંગતતાને કારણે અરજીઓ નકારી કાઢવામાં આવે છે.

મૂંઝવણના ઉકેલ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઈન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે. આ નંબર પર વાલીઓ સવારે 11થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરી શકશે. જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.

વાલીઓ દ્વારા બુધવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ વેરિફિકેશન કામગીરી પણ શરૂ કરાશે. તે માટે જુદી જુદી સરકારી શાળાના આચાર્યોની મદદ લેવાશે. સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવણી થશે. નોંધનીય છે કે  ધોરણ 1માં આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. માત્ર અમાન્ય ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ત્રણ દિવસો ફાળવાયા છે. આ યોજનોમાં પ્રવેશ ઓનલાઈન વેબસાઈટ પરથી ફાળવાશે. જૂન -2022થી ધો . 1માં નવા પ્રવેશ પાત્ર બાળકો માટે જ અરજી કરી શકાશે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">