NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2022ની સૂચના બુધવાર 06 એપ્રિલ 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET પરીક્ષા 2022ની વિગતો સાથે NEET UGનું અરજી ફોર્મ પણ બહાર પાડ્યું હતું. તેના એક દિવસ પછી એટલે કે ગુરુવારે, 7 એપ્રિલ 2022ના રોજ, મદ્રાસ હાઈકોર્ટે NEET UGમાં અનામતના મામલે નિર્ણય આપ્યો છે.

NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 6:06 PM

NEET UG 2022 Reservation: મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2022 (NEET 2022)ની સૂચના બુધવાર 06 એપ્રિલ 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET પરીક્ષા 2022 (NEET Exam 2022)ની વિગતો સાથે NEET UGનું અરજી ફોર્મ પણ લગભગ 8 વાગ્યે બહાર પાડ્યું હતું. તેના એક દિવસ પછી એટલે કે ગુરુવારે, 7 એપ્રિલ 2022ના રોજ, મદ્રાસ હાઈકોર્ટે NEET UGમાં અનામતના મામલે નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે NEETમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ 7.5 ટકા અનામતને દૂર કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે, આ આરક્ષણ તમિલનાડુની મેડિકલ કોલેજોમાં MBBS / BDS એડમિશન માટે લાગુ થશે.

કેટલાક અરજદારોએ મળીને NEET પ્રવેશમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા અનામત સામે અરજી કરી હતી. તેમની માંગ એવી હતી કે, મેડિકલ યુજી કોર્સમાં પ્રવેશ માટે અનામતનો આ ક્વોટા નાબૂદ કરવામાં આવે. અરજદારોએ આ અનામતની નીતિને પડકારી હતી અને આ ક્વોટાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.

અગાઉની સરકાર દ્વારા અનામતનો અમલ કરવામાં આવ્યો હતો

AIADMKની સરકારે તમિલનાડુની મેડિકલ કોલેજોમાં UG એડમિશનમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા અનામતની જાહેરાત કરી હતી. નિષ્ણાત સમિતિ દ્વારા આ ક્વોટાની ભલામણ કરવામાં આવી હતી. તેનો હેતુ તબીબી પ્રવેશમાં ગ્રામીણ અને શહેરી અને ગરીબ અને અમીર વચ્ચેના અંતરને ભરવાનો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સરકારી શાળાઓમાં શિક્ષણમાં સુધારો: કોર્ટ

જો કે, મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી કરતા ચીફ જસ્ટિસ મુનીશ્વર નાથ ભંડારી, જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીની બેંચે તમિલનાડુ સરકારને ‘આ આરક્ષણ ક્વોટાની 5 વર્ષ પછી સમીક્ષા કરવા’ કહ્યું હતું. તેમજ, સરકારી શાળાઓમાં શિક્ષણનું ધોરણ સુધારવા માટે અસરકારક પગલાં લો જેથી આગામી 5 વર્ષ પછી ફરીથી અનામત વધારવાની જરૂર ન પડે.

2020માં આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું

તમિલનાડુની મેડિકલ કોલેજોમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા હોરિઝોન્ટલ આરક્ષણ ઓક્ટોબર 2020માં લાગુ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તામિલનાડુની સરકારી શાળાઓમાં ધોરણ 6 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને NEET દ્વારા રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશમાં 7.5% અનામતનો લાભ આપવામાં આવે છે. અહીંની સરકારી શાળાઓમાં સરકારી સહાયિત અથવા પંચાયત સંઘની શાળાઓ જેવી અન્ય સરકારી શાળાઓનો સમાવેશ થતો નથી.

આ પણ વાંચો: શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">