Mandvi : માંડવી વકીલ મંડળ દ્વારા પણ રેલી કાઢી મેહુલ બોઘરાને સમર્થન કરાયું
સુરત(Surat ) શહેર બાદ હવે માંડવી તાલુકામાં પણ વકીલો દ્વારા એકતા બતાવીને મેહુલ બોઘરાને સમર્થન બતાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
સુરત(Surat ) નાં સરથાણા ખાતે વકીલ મેહુલ બોધરા પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack ) પ્રકરણમાં સમગ્ર વકીલ(Lawers ) મંડળ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને હુમલો કરનાર ટી.આર.બી. જવાન અને તેના સાગરીતો વિરોધ આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત જીલ્લા ના માંડવી નગર- તાલુકા વકીલ મંડળ દ્વારા પણ ગુરુવારે વિરોધ પ્રદર્શન કરી માંડવી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
માંડવી તાલુકા વકીલ મંડળ દ્વારા સુરત નાં સરથાણા ખાતે ટી.આર.બી.જવાન સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે તેના સાગરીતો પણ આ કાવતરામાં સામેલ હોય જેનાં વિરોધ માં માંડવી તાલુકા વકીલ મંડળ દ્વારા ગુરુવારે માંડવી સીવીલ કોર્ટ થી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મેહુલ બોધરા પર હુમલો કરનાર અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ સાથે પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારી જનમ ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .
સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસના ટી.આર.બી.જવાન સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોધરા પર કરેલ હુમલાની વિરુદ્ધમાં તથા એડવોકેટ મેહુલ બોરાની વિરુદ્ધ માં એફ.આઈ.આર દાખલ કરવામાં આવેલ છે.અને એડવોકેટ મેહુલ બોધરા પર ટી.આર.બી.જવાન તથા તેમના મળતીયાઓએ જીવલેણ હુમલો કરેલ છે.તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને પ્રશ્ર્નોને તાત્કાલિક કાર્યવાહી અર્થે સરકાર સુધી જરૂરી રજુઆત કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલાના ઘેર પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં અને વકીલ આલમમાં પડ્યા છે. અલગ અલગ જિલ્લાઓમાંથી મેહુલ બોઘરાને વકીલોનું સમર્થન મળી રહ્યું છે. સુરત શહેર બાદ હવે માંડવી તાલુકામાં પણ વકીલો દ્વારા એકતા બતાવીને મેહુલ બોઘરાને સમર્થન બતાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
Input Credit Jignesh Mehta (Bardoli )