Mahuva : હનુમાન મંદિરમાં બે દિવસમાં અજગરના 8 બચ્ચા મળી આવતા દર્શનાર્થીઓને સાવચેત રહેવા અપીલ

બે દિવસમાં 8 જેટલા અજગરના (Snakes ) બચ્ચા મળી આવતા મંદિર પ્રશાસન દ્વારા આ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને સાવચેતી રાખવા ચોક્કસથી અપીલ કરવામાં આવી છે. 

Mahuva : હનુમાન મંદિરમાં બે દિવસમાં અજગરના 8 બચ્ચા મળી આવતા દર્શનાર્થીઓને સાવચેત રહેવા અપીલ
Python found in Hanuman Temple (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:57 AM

સુરતના મહુવા (Mahuva ) ખાતે આવેલા હનુમાન મંદિરમાં (Temple ) આવતા દર્શનાર્થીઓને હાલ સાવચેત રહેવા માટે અપીલ (Appeal ) કરવામાં આવી છે. કારણ કે આ મંદિર માંથી છેલ્લા બે દિવસમાં અજગરના 8 બચ્ચાઓ મળી આવતા ગ્રામજનોમાં અને ભક્તોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે  મહુવાના કોષ ગામે હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાંથી બે દિવસમાં 8 બચ્ચાંઓ મળી આવ્યા છે.

બે દિવસમાં મળી આવ્યા 8 અજગરના બચ્ચા

મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર અહીં રવિવારે અજગરના 3 બચ્ચા મળી આવ્યા હતા. તેમજ  સોમવારે વધુ 5 એમ બે દિવસમાં કુલ 8 અજગરના બચ્ચાઓ મળી આવ્યા છે. મંદિરમાંથી અજગરનાં બચ્ચાંઓ મળી આવતા દર્શનાર્થીઓમાં ભારે અચંબા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અજગરના બચ્ચાંઓ મળી આવતા અજગર પણ મંદિરની આસપાસમાં હોવાનું અનુમાન ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. એક અઠવાડિયા પહેલા પડેલા વરસાદમાં 3 દિવસ સુધી મંદિર પરિસરમાં પાણી ભરાયેલા રહ્યા હતા. એવી આશંકા છે કે વરસાદી પાણીના ભરાવા દરમિયાન બચ્ચાઓ મંદિરમાં આવી ચડ્યા હોય શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ભારે વરસાદને કારણે મંદિર પરિસરમાં અજગરના બચ્ચા આવ્યા હોવાનું અનુમાન

મંદિરના ટ્રસ્ટીઓએ દર્શનાર્થીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે આખા બારડોલી પંથકમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે વરસાદી સીઝનમાં અજગર, સાપ જેવા વન્ય જીવો બહાર નીકળતા હોય છે. એટલે બની શકે કે આ કારણથી અજગર અને બચ્ચાઓ મંદિર પરિસરમાં ઘુસી આવ્યા હોય શકે છે.

જોકે હજી સુધી સર્પદંશનો એકપણ બનાવ નહીં

જોકે સદનસીબે અત્યારસુધી એક પણ વ્યક્તિને સર્પદંશના બનાવ આ મંદિરમાં બન્યા નથી. પણ બે દિવસમાં 8 જેટલા અજગરના બચ્ચા મળી આવતા મંદિર પ્રશાસન દ્વારા આ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને સાવચેતી રાખવા ચોક્કસથી અપીલ કરવામાં આવી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">