Surat: યુપી પોલીસની જેમ સુરત પોલીસ દ્વારા પણ ચલાવવામાં આવ્યું બુલડોઝર, જાણો કોના પર પોલીસે ગાળિયો કસ્યો

સુરત પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અસામાજીક તત્વો અને ખાસ કરીને માથાભારેની છાપ ધરાવતા લોકો જે વિસ્તારમાં દબાણ કરીને બેઠા છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવે.

Surat: યુપી પોલીસની જેમ સુરત પોલીસ દ્વારા પણ ચલાવવામાં આવ્યું બુલડોઝર, જાણો કોના પર પોલીસે ગાળિયો કસ્યો
Bulldozers now roll in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:48 PM

હાલમાં યુપી સરકાર દ્વારા જે રીતે યુપીની અંદર અસામાજિ તત્વો અને ગેરકાયદેસર દબાણ કરતા લોકોની ગેરકાયદે મિલકતો પર જે રીતે બુલડોઝર (bulldozer ) ફેરવી રહ્યું છે તેમ હવે અલગ અલગ રાજ્યની અંદર પણ આ જ રીતે આ સામાજિક અથવા તો જ માથાભારે ઇસમોએ દબાણ કરેલા જગ્યા ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવશે. ગુજરાતની અંદર પણ આ જ રીતે બુલડોઝર ફેરવવા માંડ્યા છે. સુરત (Surat) માં પણ સુરત પોલીસ (police) કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અસામાજીક તત્વો અને ખાસ કરીને જે માથાભારેની છાપ ધરાવતા લોકો જે વિસ્તારમાં દબાણ કરીને બેઠા છે તેના ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવે.

રાંદેર વિસ્તારમાં શીતલ ટોકીઝ નજીક આરીફ કોઠારી નામનો વ્યક્તિ માથાભારે તરીકે છાપ ધરાવે છે અને લોકોને ધમકી આપી અને ખંડણી ઉઘરાવવાની કામગીરી કરતો હતો તેને અલગ-અલગ વિસ્તારોની અંદર જે ગેરકાયદેસર દબાણ અને જે ક્લબ બનાવીને ચલાવતો હતો તેને ઉપર આજે સુરત પોલીસ દ્વારા બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આમ તો સજ્જુ કોઠારી અને આરીફ કોઠારી બંને ભાઈઓ સાથે મળી આવી પ્રવુતિઓ સાથે સંકળાયેલા હતા.

સુરત શહેરની અંદર આરીફ કોઠારી અને સજજુ બંને ભાઈઓ અલગ-અલગ વિસ્તારોની અંદર લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા અને ધમકી પણ આપતા હતા ત્યારે સુરત પોલીસ દ્વારા સજજુ કોઠારી ઉપર અલગ અલગ બે કેસ નોંધવામાં આવ્યા હતા. તેને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સજજુ કોઠારી ઘરની અંદર છુપાયો હોવાની બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી ઘરની ચારે તરફથી ઘેરીને ઘરની અંદર એક સિક્રેટ બનાવ્યો હતો જેની અંદર કોઈને ખ્યાલ ના આવે તે રીતે છુપાયેલો હતો ત્યાંથી પોલીસે ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

થોડા દિવસ અગાઉ આ રીત આરીફ કોઠારીને રાંદેર પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે પોલીસ ઉપર હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ બાબતે સૂચના આપવામાં આવી કે અસામાજિક તત્વો દ્વારા જે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેને ડામવા માટે ખાસ કરીને ડીસીપી કક્ષાના અધિકારીઓને સૂચના આવતાની સાથે જ આજે રાંદેર વિસ્તારની અંદર જે ગેરકાયદે પ્રવૃત્તિ કરવા માટે જગ્યાઓ ઉપર આજે સુરત પોલીસ દ્વારા મહાનગર પાલિકાના કર્મચારીઓ અને GEB અધિકારીઓ સાથે મળીને બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">