Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ
સંગીની માર્કેટ પાસે થયેલી આ હુમલો એક વ્યક્તિ પર હિન્દુ પોસ્ટને લઇ અંગત અદાવતમાં કરવામાં આવ્યો છે. બચાવવા વચ્ચે પડનાર અન્ય 2 લોકો ઉપર પણ હુમલો કરી શખ્સો ફરાર થઈ ગયા હતા.આ અગાઉ પણ જાન થી મારવાની ધમકી પણ આપી હતી.
સુરત (Surat) માં બજરંગ દળ (Banjarang Dal ) ના કાર્યકર્તા પર જીવલેણ હુમલો (attack) થયાની ઘટના બનતાં મામલો ઉગ્ર બન્યો છે. સારોલી શ્યામ સંગીની માર્કેટ પાસે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં બચાવવા જનાર અન્ય 2 ઉપર પણ હુમલો કરાયો હતો. આ હુમલામાં કુલ 3 કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા છે. બડા હિન્દુ નેતા બનકર ઘુમતા હે એમ કહી મજહર અને અબ્બાસ નામના શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. બજરંગ દળ અને VHP ની હિન્દૂ તરફી પોસ્ટ મુકતા અદાવત રાખી હતી અને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં પુણા પોલીસે (police) તપાસ આરંભી છે.
સોશિયલ મીડિયામાં હિન્દુ પોસ્ટને લઈ અંગત અદાવતમાં બજરંગ દળના કાર્યકર્તા પર હુમલો થતાં માહોલ ગરમાયો છે. મજહર અને અબ્બાસ નામના શખ્સોએ આ હુમલો કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હુમલામાં બજરંગદળના કુલ 3 કાર્યકર્તા શ્યામ નારાયણ મિશ્રા, અરવિંદ મિશ્રા અને પરાગ દત્ત મિશ્રાને ઇજા પહોંચી છે. સંગીની માર્કેટ પાસે થયેલી આ હુમલો એક વ્યક્તિ પર હિન્દુ પોસ્ટને લઇ અંગત અદાવતમાં કરવામાં આવ્યો છે. બચાવવા વચ્ચે પડનાર અન્ય 2 લોકો ઉપર પણ હુમલો કરી શખ્સો ફરાર થઈ ગયા છે. આ અગાઉ પણ જાન થી મારવાની ધમકી પણ આપી હતી. પૂણા પોલીસે મામલાની ગંભીરતાને સમજી તાત્કાલિકના ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના સારોલી વિસ્તારમાં બજરંગ દળ અને VHPની હિન્દૂ તરફી પોસ્ટ મુકતા અદાવત રાખી મજહર અને અબ્બાસ નામના સહિતના શખ્શોએ બજરંગદળના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યું છે. બજરંગદળના કાર્યકર્તાઓ શ્યામ નારાયણ મિશ્રા, અરવિંદ મિશ્રા અનેપરાગ દત્ત મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુણા પોલીસે તપાસ આરંભી. જાણકારી મળતા જ હિન્દુ સંગઠન મોટી સંખ્યામાં સારોલી વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘાયલ કાર્યકર્તાઓનો આરોપ છે કે, મજહર અને અબ્બાસ નામના શકશો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે. તેમણે કહ્યું, હિન્દુ આગેવાનોમાં બડા હિન્દૂ નેતા બનકર ઘુમતા હે એમ કહી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Surat : સુરતમાં ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપવા પાણીપતનાં ઉદ્યોગપતિઓની તૈયારી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો