Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં તારીખ પડી, હવે 21 એપ્રિલે ચૂકાદો આવશે

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાના કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, કોર્ટે આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ મુકરર કરી છે તેથી હવે 21 તારીખે કોર્ટ સજા સંભળાવી શકે છે.

Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં તારીખ પડી, હવે 21 એપ્રિલે ચૂકાદો આવશે
Surat Grishma murder case
Follow Us:
| Updated on: Apr 16, 2022 | 1:11 PM

સુરત (Surat) માં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma murder case)  માં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને આજે જ તેન સજા સંભળાવામાં આવે તેવી અટકળો હતી પણ કોર્ટે આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ મુકરર કરી છે તેથી હવે 21 તારીખે કોર્ટ સજા સંભળાવી શકે છે. સુરતની કોર્ટ આજે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સજા સંભળાવાની હતી પરંતુ તેની મદ્દત પડી છે. હવે તા. 21 એપ્રિલના રોજ ફેનિલને સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. બચાવ પક્ષના વકીલ હાજર નહીં રહેતા મુદ્દત પડી હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ, 75 થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીને તકસીરવાર ઠેરવવા માટેની દલીલો કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, તા. 12મી ફેબ્રુઆરી-2022ના રોજ લસકાણાના પાસોદરા ગામ નજીક ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઇને પ્રેમિકા ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા સુભાષભાઇ અને ભાઇ ધ્રુવને પણ ચપ્પુ વડે ઇજા કરવામાં આવી હતી.

ઘટનાને નજરે જોનારા સાક્ષી, એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા.  કોર્ટમાં 100 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે અન્ય બિનજરૂરી સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા. દોઢ મહિનાની ટ્રાયલ બાદ આજે શનિવારે સંભવત: આ કેસમાં ચૂકાદો આવે તેવી શક્યતા હતી, પરંતુ હવે ચૂકાદો વિલંબમાં મુકાયો છે. એક સપ્તાહ બાદ કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હત્યારાને કડક સજા કરવા માંગ

હત્યારો ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે વારંવાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જે બાદ ગુજરાતભરમાંથી હત્યારાને કડક સજા થયા તેવી માંગ ઉઠી હતી. આજના કોર્ટના ચુકાદાથી પરિવાર યોગ્ય ન્યાય અને કડક સજાની માંગ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે ભક્તોની ભીડ જામી, જયઅંબેનાં નાદથી મંદિર ગુંજ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">