અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે ભક્તોની ભીડ જામી, જયઅંબેનાં નાદથી મંદિર ગુંજ્યું

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ચૈત્રી પુનમ દરમ્યાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેતા શ્રધ્ધાળુઓ અંબાજી આવી શક્યા નહતા પણ આ વખતે સરકાર તરફથી છુટછાટ મળતા આજે ફરી ચૈત્રી પુનમે અંબાજીમાં શ્રધ્ધાળુઓનો મેળાવડો જોવા મળ્યો છે.

અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે ભક્તોની ભીડ જામી, જયઅંબેનાં નાદથી મંદિર ગુંજ્યું
Today, after a long time in the Ambaji temple, Chaitri Poonam fair croude
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:52 AM

ભારતદેશનાં 52 શક્તિપીઠો (Shaktipith)માં અંબાજી મંદિર (Ambaji temple) નો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમનાં રોજ મા અંબાનાં દર્શનને વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભાદરવી પુનમની મેળાની જેમ હવે ચૈત્રી પુનમનાં દિવસનું તેટલું જ સવિશેષ મહત્વ શકિતપીઠ અંબાજીનું છે. અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પુનમે માનવ મહેરામણ જોવા મળ્યો હતો, આજે ચૈત્રી પુનમ છે એને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પુનમના મેળા બાદ ચૈત્રી પુનમનો પણ તેટલો જ મહત્વ છે. આજે આ ચૈત્રીપુનમને લઈ મા અંબાના ધામમાં દર્શને હજારો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં છે. અંબાજીનાં માર્ગો પણ જયઅંબેનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.

ખાસ કરીને જ્યાં ભાદરવી પુનમે જે રીતે ધજાઓનું પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે તેમ આ પુનમે શ્રદ્ધાળુઓ (Devotee) પોતાની બાધા માનતા પુરી કરવા હાથમાં બાવન ગજની ધજાને માથે માંડવીને ગરબી લઇ મા અંબાના દરબારમાં પહોચતા નજરે પડ્યા હતા. આ ચૈત્રી નવરાત્રી અને પુનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય ગણવામાં આવે છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ચૈત્રી પુનમ દરમ્યાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેતા શ્રધ્ધાળુઓ અંબાજી આવી શક્યા નહતા પણ આ વખતે સરકાર તરફથી છુટછાટ મળતા આજે ફરી ચૈત્રી પુનમે અંબાજીમાં શ્રધ્ધાળુઓનો મેળાવડો જોવા મળ્યો છે અને આજે અનેક લોકોએ માતાજીની બાધા માનતા પૂર્ણ કરી હતી.

આમ તો પદયાત્રીઓ માતાજીના રથ સાથે નેજા એટલે કે ધજા લઇને આવે છે, પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુંઓ ખાસ કરીને માથે માંડવી ગરબી લઇને પોતાની રાખેલી બાંધા આંખડી પૂર્ણ કરવા અંબાજી પગપાળાં આવે છે. જેને ફુલનાં ગરબા પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં આ ચૈત્રી પુનમને હવે લોકો બાધાની પુનમ તરીકે પણ ઓળખવાં લાગ્યા છે. શ્રદ્ધાળુઓએ આવી કોરોના જેવા મહામારી હવે પછી ક્યારેય ન આવે તેવી માંઅંબાને પ્રાર્થના કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચોઃ Junagadh: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેશોદ એરપોર્ટનું લોકાર્પણ કરશે, કાલથી ફ્લાઇટ શરૂ થશે

આ પણ વાંચોઃ  પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાના કેસમાં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર આજે કોર્ટ ચૂકાદો સંભળાવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">