Surat: સોનુ ગીરવે મુકી લૉન લીધી હોય તો ચેતજો, નકલી ફાઈનાન્સ કંપની તમારા ખિસ્સા કરશે ખાલી
Surat: ગોલ્ડ ગીરવે મૂકો તેની સામે અન્ય ફાઈનાન્સ કંપની કે "બેંક કરતા મેળવો વધુ લોન" આવું કહી ભીમાણી બંધુઓ દ્વારા IBV ફાઈનાન્સ કંપની ખોલવામાં આવી હતી. આ ફાઈનાન્સ કંપની લોભામણી જાહેરાત કરીને અનેક લોકોના પૈસા પડાવી ફાઈનાન્સ કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા.

સુરતમાં હત્યા, ચોરી , છેતરપિંડી જેવી ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગોલ્ડ ગીરવે મૂકો તેની સામે અન્ય ફાઈનાન્સ કંપની કે “બેંક કરતા મેળવો વધુ લોન” આવું કહી ભીમાણી બંધુઓ દ્વારા IBV ફાઈનાન્સ કંપની ખોલવામાં આવી હતી. આ ફાઈનાન્સ કંપની લોભામણી જાહેરાત કરીને અનેક લોકોના પૈસા પડાવી ફાઈનાન્સ કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા. આ મામલે અનેક લોકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સુરત ઈકો સેલની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભીમાણી બંધુઓ દ્વારા IBV ફાઈનાન્સ કંપની ખોલી
સુરતમાં ભીમાણી બંધુઓ દ્વારા IBV ફાઈનાન્સ કંપની ખોલવામાં આવી હતી. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં IBV ફાઈનાન્સની સાતેક બ્રાંચ ખોલી હતી. તેમાં ગોલ્ડ લોન, હોમ લોન, મોર્ગેજ સહિતની લોન આપવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત વાંચી 85 જેટલા લોકોએ 1152 તોલા સોનાના દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. ભીમાણી બંધુઓએ 1152 તોલા દાગીના ફેડરલ બેંકમાં મોર્ગેજ કરી 8.19 કરોડની લોન લીધી હતી.
ભીમાણી બંધુઓએ લોકોને લગાવ્યો ચૂનો
ગ્રાહકોની જાણ બહાર ફેડરલ બેંકમાંથી લોન કરતા વધુ સવા પાંચ કરોડ રૂપિયા મેળવી લીધા હતા. સોનું ગીરવે મૂકી લોન કેટલાક ગ્રાહકોએ લોન ભરપાઈ કરી. ત્યારબાદ ફાઈનાન્સ કંપનીમાં દાગીના પરત લેવા ગયા ત્યારે ગ્રાહકોને વાયદા આપવામાં આવ્યા. પછી ફાઈનાન્સ કંપનીએ ઉઠામણું કર્યું હતું. ભીમાણી બંધુની ફાઈનાન્સ કંપનીમાં લગભગ 200થી વધુ લોકો સાથે છેતરપિંડીના શિકાર બન્યાની આશંકા રહેલી છે. ત્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસે આરોપીને શોધવા તપાસ ચાલુ કરી
200થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય ત્યારે પોલીસે ફ્રોડ ભીમાણી બંધુઓ વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો ગુનો નોંધી તાત્કાલીક ધોરણે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આવી કોઈ ફાઈનાન્સ કંપનીની લોભામણી જાહેરાતો વાંચી લાલચમાં આવી ફસાઈ ન જતા, નહીં તો થોડા રૂપિયા ખાતર જીંદગીભરની કમાણી ગુમાવવાનો વારો આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…