Breaking News : સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો,રાંદેર અને કતારગામ વચ્ચે વાહનવ્યવહાર બંધ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.શહેરના ઉપવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
Surat : હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા મળે છે. સુરતના રાંદેર અને કતારગામ વચ્ચે વાહનવ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી છે.
આ પણ વાંચો : Surat: ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ, સગીર વયની બાળકીઓને દેહ વેપારમાં ધકેલતી ટોળકીની એક મહિલા સહિત 3 ઝડપાયા
સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, સુરત, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.
તો આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ ધીમે ધારે પણ વરસાદ વરસવાની શક્યાતા છે.
વીરમગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદના વીરમગામમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાઇ ગયા છે. શહેરના ભરવાડી દરવાજા, નાના મોટા પરકોટા વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાઇ હોવાની ઘટના સામે આવી છે. પરકોટા વિસ્તારમાં 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. 1 ઇંચ વરસાદમાં જ પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..