AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, “દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર”

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાત આજે સમગ્ર દેશમાં સુરક્ષિત રાજ્ય તરીકે છે. પરંતુ ગમે તેટલું સુરક્ષિત હોય અને આવી ઘટનાઓ બને તો બિલકુલ પણ ચલાવી લેવાય નહી.

Surat : દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર
Harsh Sanghvi (File image)
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:50 PM
Share

સુરત (Surat ) માં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ (Crime)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને દુષ્કર્મના (Rape)કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં એક ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર છે. આ સાથે જ હર્ષ સંઘવીએ લોકોને આ બાબતમાં પોતાના પરિવારજનો અને બાળકો પ્રત્યે ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. તેમજ પહેલા દુષ્કર્મ થવા પાછળના કારણ સમજવા પણ જણાવ્યુ છે.

ગૃહ રાજ્ય પ્રધાને હર્ષ સંઘવી આજે સુરતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે એક ખાનગી સમાજના પોગ્રામમાં તેમણે સંબોધન કર્યુ હતુ. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ કયા કારણોસર વધી છે તેનો જવાબ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર છે. એક સભામાં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈ પિતા પોતાની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરે તે સૌથી મોટી સામાજિક સમસ્યા છે. તેના માટે જે સર્વે કરાવ્યા તેમાં મુખ્ય કારણ મોબાઈલ જ નીકળ્યું છે. તેમણે કહ્યું કે- દુષ્કર્મની ઘટનાઓ અંગે તેમણે સર્વે કરાવ્યા છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે પાડોશી, નજીકના સંબંધી અને જાણીતા વ્યક્તિ દ્વારા જ દુષ્કર્મની ઘટનાઓ વધુ ઘટી છે. તેમણે કહ્યું કે દુષ્કર્મની ઘટનાઓ માટે માત્ર પોલીસને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી.

ગૃહ રાજ્યપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આપણે હંમેશા દુષ્કર્મ થાય ત્યારે પોલીસ સામે બ્લેમ કરતા હોઈએ છે. આ પ્રકારની ઘટના સમાજ માટે કલંકરૂપ છે. ગુજરાત આજે સમગ્ર દેશમાં સુરક્ષિત રાજ્ય તરીકે છે. પરંતુ ગમે તેટલું સુરક્ષિત હોય અને આવી ઘટનાઓ બને તો બિલકુલ પણ ચલાવી લેવાય નહી. પરંતુ એનો મતલબ એમ નથી કે દરેક વખતે દુષ્કર્મનું કારણ સમજ્યા વીના દરેક બ્લેમ પોલીસ પર કરીએ. સગા પિતા જો પોતાની નાની દીકરી પર દુષ્કર્મ કરે તો તે માટે સૌથી મોટો ઈશ્યૂ મોબાઈલ જવાબદાર છે.

મોબાઇલમાં જે અવેલીબિટી છે તેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે. તેવુ કારણ અમારા દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બહાર આવ્યું છે. પાડોશી,નજીકના સંબંધી અને અજાણી વ્યક્તિ દુષ્કર્મ જેવા કિસ્સાઓમાં મુખ્ય કારણ જોવા મળ્યા છે. આપણે જ્યાં સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય છે ત્યાં આવી નાની-મોટી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વાત લોકો સુધી પોહચાડવા આપ મદદગાર રહેશો તેવી મને આશા છે. જો એક નજર સુરત પર કરવામાં આવે તો સુરતમાં જે દુષ્કર્મની ઘટના સામે આવે તેમ મોટા ભાગે આરોપી મોબાઈલમાં બ્લ્યૂ ફિલ્મ જોયા બાદ ઘટનાને અંજામ આપવાના કિસ્સાઓ સતત સાંભળવા મળતા હોય છે.

આ પણ વાંચો-

Vadodara: પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

આ પણ વાંચો-

વડગામના પૂર્વ ધારાસભ્યના ‘કેસરિયા’? ભાજપમાં જોડાયા પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">