Mother’s Day : ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા

કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સુરત સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે

Mother's Day : ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા
ચાર હજારથી પણ વધુ માતાઓએ કર્યું દૂધનું દાન, હજારો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોચી અનોખી મમતા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 09, 2021 | 8:19 AM

Happy Mother’s Day 2021 : આજે 9મી મે રવિવારના રોજ મધર્સ ડે છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની છે.

કોરોનાના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક (Human Milk Bank, Surat Civil) કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય , અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હ્યુમન મિલ્ક બેંક.

Happy Mother's Day: More than four thousand mothers donated milk, reaching out to thousands of needy children. બાળ રોગ વિભાગના વડા ડો.વિજયભાઈ શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેશનમાં લેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ ડોનેટ કરેલા દુધને પેશ્યરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-20)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.

Happy Mother's Day: More than four thousand mothers donated milk, reaching out to thousands of needy children.

આસી.પ્રોફેસર ડો.વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન 368 માતાઓએ 73460 મિલી લીટર મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે 413 જેટલા જરૂરીયાતમંદ બાળકોને 69830 મિલિ લિટર દુધ આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન એન.આઈ.સી.યુ.માં દાખલ ત્રણ પોઝીટીવ બાળકોને પણ 3480 મિલિ લિટર મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેંકમાં ડો.પન્ના બલસરીયા, ડો.ખુશ્બુ ચૌધરી, ડો.સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિપલ સુરતી, વેશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને નવજીવન મળ્યું છે.

નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક તા.3મે 2019થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ 4704 માતાઓએ 350129 મિલિ લીટર દુધ ડોનેટ કર્યું છે. જે 3662 જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">