AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતના પાંડેસરામાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા, સાત લોકોએ કર્યો જીવલેણ હુમલો

Surat: પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટીમાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા કરી નાખવામાં આવી છે. 31 વર્ષિય યુવક પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમા યુવકનું મોત થયુ છે. હુમલાખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 04, 2023 | 5:34 PM
Share

Surat સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. ગુનાહિત તત્વોને પોલીસનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેમ હત્યા સહિતના ગુના આચરી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારની જો વાત કરીએ તો અહીં રોજ કોઈને કોઈ લૂંટ, હત્યા, મારામારીના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરાની આવિર્ભાવ સોસાયટીમાં પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલની હત્યા કરી નાંખવામાં આવી છે.

31 વર્ષિય કાપડ દલાલ પર સાત લોકોએ કર્યો જીવલેણ હુમલો

સુરતના પાંડેસરામાં કાપડ દલાલને સાત જેટલા ઈસમોએ ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું છે.15 દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઘર પાસે જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમ્યાન ગત મોડી રાત્રિએ કાપડ દલાલનું મોત નિપજ્યું છે.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બીજી તરફ પોલીસે આ ગુનામાં ગત 26 મે ના રોજ મારા મરીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા છે. ત્યારે યુવકનું મોત થતા આ કેસમાં હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

પૈસાની લેતીદેતીમાં કાપડ દલાલને ઉતાર્યો મોતને ઘાટ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગ્રવાલ કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક રૂપિયા ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારે પંદર દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં સોનુ અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઉઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના સાત મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી ભાગી છુટ્યા હતા. જેથી પંકજ ને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે પંદર દિવસની સારવાર બાદ પંકજ અગ્રવાલનું ગત મોડીરાત્રીએ મોત થયું હતું.

આ પણ વાંચો :  Surat : સગરામપુરાના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન, સોમવારે કરાશે અંતિમ સંસ્કાર

મારામારીમાં પંકજનું મોત થતા પોલીસે 302 ઉમેરી હાથ ધરી તપાસ

ACP દેસાઈના જણાવ્યા મુજબ 19 મે અને 20 મે ની મધરાત્રે કાપડની દલાલી કરનાર પંકજ અને સોનુ નામના ઈસમ સાથે રૂપિયાની લેવડદેવડ અંગે બબાલ થઈ હતી. ત્યારે સોનુ અને તેના સાગરીતોએ પંકજને માર માર્યો હતો. આ બાબતની રજૂઆત પંકજના પિતાએ 26 મે ના રોજ પાંડેસરા પોલીસ મથકમાં જણાવ્યુ કે રૂપિયાની લેતીદેતીમાં મારામારી કરવામાં આવી છે. જેના આધારે 326નો ગુનો દાખલ કરી સોનુ અને અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ACP દેસાઈએ વધુમાં જણાવ્યુ આ હુમલામાં પંકજમાં મોત થતા પોલીસે હત્યાની કલમ 302 ઉમેરી તપાસ હાથ ધરી છે. હુમલો કરનારા હજુ બે આરોપીઓને શોધવા માટે જૂદી જૂદી ટીમો કામે લાગેલી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">