Surat: 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડનો કેસમાં આરોપી મુર્શીદ આલમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

સુરત ખાતે ઇકો સેલે મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. આ કૌભાંડ 1 હજાર જેટલી બોગસ પેઢી ઉભી કરીને આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં M/S ફાઈવ સ્ટાર કંપનીના નામે ખેલ કરવામાં આવ્યો હતો. ડીજીજીઆઈ વિંગની તપાસમાં  સામે આવ્યું હતું.

Surat: 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડનો કેસમાં આરોપી મુર્શીદ આલમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:08 PM

સુરતમાં 2700 કરોડ રૂપિયાના GST કૌભાંડ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુરત ઇકો સેલે આરોપી મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. ત્યારે હવે GST વિભાગની DGGI ટીમે લાજપોર જેલમાંથી આરોપી મુર્શીદ આલમનો કબ્જો મેળવી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું

મહત્વનું છે કે એક હજાર જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી રાજ્યવ્યાપી GST કૌભાંડ આચરવામાં આવ્યું. જેમાં ફાઈવ સ્ટાર કંપનીના નામે મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી બોગસ પેઢી થકી 88 કરોડનો ઈનવોઈસ કરવામાં આવ્યો હતો, જ્યારે કે 15.88 કરોડની ITC પણ મેળવી લીધી હતી.

આ  પણ વાંચો:  Gujarati video: સામાન્ય ઘરના વ્યક્તિને GEBએ ફટકાર્યું લાખો રૂપિયાનું બિલ, પરિવાર સર્યો ચિંતામાં, જાણો અધિકારીઓએ શું કહ્યું?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપીએ સરકારમાંથી રૂપિયા 15.88 કરોડની ખોટી રીતે આઈટીસી મેળવી સરકારને પણ ઝપેટમાં લીધી હતી. આ ઘટનામાં લાજપોર જેલમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી.

GST વિભાગની DGGI ટીમ દ્વારા કાર્યવાહી

સુરત ખાતે ઇકો સેલે મુર્શીદ આલમની ધરપકડ કરી હતી. આ કૌભાંડ 1 હજાર જેટલી બોગસ પેઢી ઉભી કરીને આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં M/S ફાઈવ સ્ટાર કંપનીના નામે ખેલ કરવામાં આવ્યો હતો. ડીજીજીઆઈ વિંગની તપાસમાં  સામે આવ્યું હતું કે  મુર્શીદ આલમ દ્વારા ફાઇવ સ્ટાર નામની બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી.

જે બોગસ પેઢીના નામે 88 કરોડના બોગસ બીલો બનાવવામાં આવ્યા હતા. જે બાદ સરકારમાંથી 15.88 કરોડની ખોટી આઈટીસી મેળવવામાં આવી હતી. જે કેસમાં હાલ આરોપીની ધરપકડ બાદ સુરત ચીફ કોર્ટમાં રજૂ કરવા અંગેની તજવીજ ડિજીજીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">