Gujarat માં પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપવાનો સરકારનો દાવો,  કોંગ્રેસે કહ્યું દાવા પોકળ

સીએમ રૂપાણીએ શુક્રવારે રોજગાર દિવસની ઉજવણી દરમ્યાન જાહેરાત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે . જો કે વિપક્ષ કોંગ્રેસે સરકારના આ દાવાને પોકળ ગણાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:48 AM

ગુજરાત(Gujarat)માં રૂપાણી સરકાર સફળતાના 5 વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે સીએમ રૂપાણીએ શુક્રવારે રોજગાર દિવસની ઉજવણી દરમ્યાન જાહેરાત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી(Employment) આપવામાં આવી છે . જો કે વિપક્ષ કોંગ્રેસે(Congress)સરકારના આ દાવાને પોકળ ગણાવ્યા છે. તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં 80 લાખ યુવાનો બેકાર છે. તેમજ આઠ જેટલી પરીક્ષા લેવામાં આવી છે પરંતુ તેના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. તેમજ 14 જેટલી પરીક્ષાઓના પરિણામ હજુ સુધી આવ્યા નથી.

આ પણ વાંચો :  PM Modi: સંસદ ભવનના સભાગૃહમાં 3 દિવસ સતત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા

આ પણ વાંચો : Jammu Kashmir: બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">