Year Ender 2021 : ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ

Year Ender 2021 : ગુજરાતના રાજકારણની મહત્વની ઘટનાઓ
Gujarat Politics Year Ender 2021

ગુજરાતના રાજકારણમાં વર્ષ 2021નું વર્ષમાં અનેક મોટી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં પણ વર્ષ 2022માં  યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીના પગલે આ વર્ષે અનેક રાજકીય ઉથલ પાથલ જોવા મળી હતી

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 12:16 PM

ગુજરાતના(Gujarat)  રાજકારણમાં(Politics)  વર્ષ 2021નું વર્ષમાં અનેક મોટી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં પણ વર્ષ 2022માં  યોજાનારી ગુજરાત વિધાનસભાની(Gujarat Assembly)  ચુંટણીના પગલે આ વર્ષે અનેક રાજકીય ઉથલ પાથલ જોવા મળી હતી. જેમાં રાજ્યમાં ભાજપ સરકારે વિધાનસભા ચુંટણી પૂર્વે સમગ્ર દેશ માટે નવો રાજકીય પ્રયોગ કર્યો. જેમાં ભાજપે રાજ્યના સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળને બદલી રાજ્યના લોકોને નવા સીએમ અને મંત્રીમંડળની ભેટ આપી.

તેમજ આ જ વર્ષના રાજયમાં મુખ્ય વિપક્ષ એવા કોંગ્રેસને નવા સુકાની મળ્યા જેમાં કોંગ્રેસે ઓબીસી નેતા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપી. તેવી જ રીતે રાજયના રાજકારણમાં જોવા જઇએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશન ચુંટણીમાં ત્રણ બેઠકો મેળવી રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે જ ગુજરાત વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીમાબહેન આચાર્ય મળ્યા.

1. ગુજરાતમાં સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળનો બદલાવ રાજકારણની નવી ફિલોસોફી

ગુજરાતમાં(Gujarat)સરકારના સંપૂર્ણ મંત્રીમંડળને( Cabinet)બદલવાનો નિર્ણય  ભાજપની (BJP)કેન્દ્ર અને રાજ્ય નેતાગીરીનો સામૂહિક નિર્ણય હતો. જેના થકી નવા નેતાગીરીને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ભાજપે આને ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી ગણાવી હતી. આ પ્રયોગને ભારતીય રાજનીતિની નવી ફિલોસોફી ગણાવતા તેમણે કહ્યું કે આ અન્ય પક્ષો માટે પણ એક મોડેલ છે અને તેનાથી લોકતંત્ર વધુ મજબૂત બનશે.

Politics 01

તેમજ દરેક પક્ષ આ પ્રકારના નિયમો સમયાંતરે બદલે છે.ગુજરાતમાં ભાજપ લાંબાસમયથી સત્તામાં છે તેથી કેટલાક વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી મંત્રી હતા. તેમજ પક્ષ અને સમગ્ર મંત્રી મંડળે નવા ચહેરાઓ સાથે આગામી ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું હોવાથી રાજયમાં આ બદલાવ આવી શક્યો છે.

2 . ગુજરાતના 13માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી

ગુજરાતના રાજકારણના 12 સપ્ટેમ્બર 2021નો દિવસ મોટો દિવસ હતો. આજ દિવસે રાજયના તત્કાલીન સીએમ વિજય રૂપાણીના સ્થાને રાજયના 13મા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. તેમજ એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે વર્ષ  2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે. તેમણે 14 સપ્ટેમ્બરના રોજ સીએમ પદના શપથ લીધા હતા.

Politics 02

જો કે સીએમની સાથે સમગ્ર મંત્રીમંડળ પણ બદલાયું હતું. જેમાં નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરીને અમલમાં મુકવામાં આવી હતી. આ મંત્રીઓએ શપથ લીધા હતા.

કેબિનેટ  કક્ષાના  મંત્રીઓ  1.રાજેન્દ્ર ત્રિવેદી , 2.જીતુ વાઘાણી , 3.રુષિકેશ પટેલ , 4.પૂ્ર્ણેશ મોદી , 5.રાઘવજી પટેલ, 6.કનુભાઈ દેસાઈ , 7.કિરીટસિંહ રાણા, 8.નરેશ પટેલ, 9.પ્રદીપ પરમાર, 10.અર્જુનસિંહ ચૌહાણ

રાજ્ય કક્ષાના મંત્રીઓ 11.હર્ષ સંઘવી , 12.જગદીશ પંચાલ, 13.બ્રિજેશ મેરજા, 14.જીતુ ચૌધરી, 15.મનીષા વકીલ, 16.મુકેશ પટેલ, 17.નિમિષા સુથાર, 18 અરવિંદ રૈયાણી, 19.કુબેર ડીંડોર, 20.કીર્તિસિંહ વાઘેલા, 21.ગજેન્દ્રસિંહ પરમાર, 22. રાઘવજી મકવાણા , 23.વિનોદ મોરડીયા ,24.દેવા ભાઈ માલમ

3. ગુજરાતમાં કોંગ્રેસનું સુકાન  ઓબીસી નેતા જગદીશ ઠાકોરને સોંપાયું

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં યોજાનારા ઇલેક્શનના પગલે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં પણ ગુજરાતના ભાજપના એકચક્રી  શાસન વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ સતત નબળો પડી રહેલો જોવા મળી રહ્યો છે. તેમજ તેના પગલે કોંગ્રેસે હાઇ કમાંડે લાંબી મથામણ બાદ 2 ડિસેમ્બર 2021ના રોજ ઓબીસી નેતા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાની પણ પસંદગી કરી હતી.

Guajrat Politics 03

જગદીશ ઠાકોર  ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સતત બે વાર જીતેલા જગદીશ ઠાકોર  2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર  2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા.

4.   આમ આદમી પાર્ટીની ગુજરાતના વાયા સુરત રાજકારણમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણ સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ સફળ રહ્યા છે. તેમજ અનેક વાર કરવામાં આવેલા ત્રીજા મોરચાના પ્રયાસ નિષ્ફળ નીવડયા છે. જો કે વર્ષ 2021માં ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની પણ એન્ટ્રી થઈ. જેમાં વર્ષ 2021માં ફેબ્રઆરીમાં યોજાયેલી મહાનગરપાલિકાના ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાના 27 બેઠકો જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યના રાજકારણમાં એન્ટ્રી મેળવી હતી. જ જેમાં આમ આદમી પાર્ટી(AAP)એ ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચહેરો એવા ગોપાલ ઈટાલિયાને પ્રમુખ બનાવીને પોતાનું લક્ષ્ય સાંધી લીધું હતું.

Gujarat Politics 04

જો કે આની બાદ આમ આદમી પાર્ટીની ગામડાઓમાં પણ એન્ટ્રી થઈ હતી. જેમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં આપના 42 ઉમેદવારોની જીત થઈ હતી. આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતોમાં 304, નગરપાલિકાઓમાં 726 અને તાલુકા પંચાયતોમાં 1067 એમ મળી કુલ 2097 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જેમાંથી 42 ઉમેદવારોની જીત થઈ હતી.

5.  ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા નીમાબહેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેમની સર્વાનુમતે 27 સપ્ટેમ્બર 2021ના રોજ વિધાનસભાના પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું . તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ફરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 1960 માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમ વાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ  હતી.

Gujarat Politics 05

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

આ પણ  વાંચો: સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાત: ધોરણ 10ની છાત્રાએ સ્યુસાઇડ નોટમાં લખી હચમચાવી દે એવી વાત

આ પણ વાંચો :  આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા, 183 જગ્યાઓ માટે 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati